રાજ્યમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકશાન પર રાજનીતિ ગરમાઈ! Congress અને AAPએ સરકારને ઘેરી કહ્યું સહાય...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-29 12:09:04

શિયાળાની શરૂઆત હજી થઈ રહી હતી ત્યારે તો કમોસમી વરસાદનું આગમન થયું. રવિવારે અલગ  અલગ જગ્યાઓ પર માવઠું આવ્યું જેને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ચોમાસાની સિઝનમાં વરસાદ અનિયમિત હતોજેને કારણે ખેડૂતોની દશા ખરાબ થઈ હતી ત્યારે હવે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ બની છે. ગુજરાત સરકારે સર્વે કરાઈને સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ આ બાદ રાજનીતિ ગરમાઈ છે. રાજકીય પાર્ટી દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે.

રાજ્ય સરકારે સહાય ચૂકવવાની આપી બાંહેધરી  

ગુજરાતને ૨૬ અને ૨૭ તારીખે આવેલા માવઠાએ ઘમરોળી નાખ્યું છે . આમાં સૌથી વધુ હેરાન જગતનો તાત એટલે ખેડૂત થયો છે . કારણ કે અત્યારે પડેલા વરસાદને કારણે રવિ પાકની વાવણીને મોટા પાયે નુકસાન થયું છે. ચણા , જીરું , ઘઉં, તુવેર, વરિયાળી  જેવા પાકોને વ્યાપક પ્રમાણે નુકશાન થયું . ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે કરાવવાની , સહાયની બાહેંધરી ખેડૂતોને આપી છે. ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે શરુ કરી દીધો છે ઉપરાંત નુકશાનનનું પૂરતું વળતર આપવાનું વચન આપ્યું છે . આના પર કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 

આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે સહાય મામલે આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસ તરફથી આ મામલે અમિત ચાવડા દ્વારા પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજોય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. તો આમ આદમી પાર્ટીના સાગર રબારીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં કોઈપણ ઘટના ઘટે એટલે સરકાર સર્વે અને સહાયની વાત કરી દે છે પણ ક્યારેય જાહેર નથી કરતી કે કઈ સરકારી યોજના અંતર્ગત સહાય ચુકવાશે. અમારી માંગ છે કે માવઠાના કારણે જે લોકોને નુકસાન થયું છે તેમને 'મુખ્યમંત્રી કિસાન સહાય 'યોજના અંતર્ગત સહાય આપવામાં આવે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?