વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા રેલી કરી રહ્યા છે. ગુજરાતમાં આંદોલનનો ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીની સાથે સાથે આંદોનલમાં ખેડૂતો પણ જોડાયા છે. ચાલી રહેલા આંદોલનો વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે. પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને તમે જૂઠ્ઠુ ફેલાવો છો.
સી.આર.પાટીલનો આપ પર પ્રહાર
એક તરફ ગુજરાતમાં અનેક કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. સરકારીથી નારાજ થઈ પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. અનેક માગણીઓને લઈ ખેડૂતો પણ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી પ્રચાર માટે ગયેલા સી.આર.પાટીલે આપ અને અરવિંદ કેજરીવાલ માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે.
ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા
ઈસુદાન ગઢવીએ પાટીલને જવાબ આપતા કહ્યું કે ક્યા આધારે તમે કહો છો ગુજરાતના ખેડૂતો ખુશ છે. ખેડૂતો દેવામાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તમે જુઠ્ઠુ ફેલાવો છો. અરવિંદ કેજરીવાલ પર કરાયેલી ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું કે અમે દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફી આપી છે અને ગુજરાતમાં વીજળી આપીશું. આમાં ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત આવી.
ભાજપ અને આપ વચ્ચે ચાલતું વાક્યુદ્ધ
ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપ અને આપ વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ હજી સુધી જોર-શોરથી પ્રચાર કરવા નથી ઉતરી એટલે ભાજપ અને આપ વચ્ચે જ વાક્યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પણ ગામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવા ઉતરશે ત્યારે તે પણ આરોપ પ્રતિઆરોપની રાજનીતિ કરવામાં લાગી જશે.