રાહુલ ગાંધીની લંડનની સ્પીચ પર ભારતમાં ગરમાતું રાજકારણ, ભાજપના સાંસદે સસ્પેન્ડ કરવા સ્પીકરને રજૂઆત, કમિટી રચવાની કરી માગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 11:39:59

દેશની સંસદમાં અનેક મહત્વપૂર્ણ વિષયોને લઈ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ સત્રમાં રાહુલ ગાંધીના ભાષણને લઈ હોબાળો થતાં સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાઈ રહી છે. સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  ત્યારે લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે.

સંસદમાં બોલવા રાહુલે માગ્યો હતો સમય  

બજેટ સત્રના બીજા તબક્કાનો આજે પાંચમો દિવસ છે. પરંતુ જ્યારથી સંસદની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ મુદ્દાને લઈ હોબાળો થતા કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. એક તરફ જ્યાં ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. હોબાળો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય પણ માગ્યો પરંતુ સદનની કાર્યવાહી શરૂ થઈ અને માત્ર મિનિટોની અંદર જ સ્થગિત કરી દેવાઈ હતી. 


રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવા સ્પીકરને કરી રજૂઆત 

તે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે હું સાંસદ છું હું સંસદમાં બોલીશ. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને લેખિત રજૂઆત કરી છે અને રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે. ઉપરાંત તે પણ કહ્યું કે રાહુલ ગાંધીએ યુરોપ અને અમેરિકામાં પોતાના ભાષણોથી સંસદ અને દેશની ગરીમાને ઠેસ પહોંચાડી છે. એટલે તેમને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.  


શું આજે પણ હોબાળાને કારણે કાર્યવાહી સ્થગિત કરાશે?

મહત્વનું છે કે સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી કોઈને કોઈ મુદ્દે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી પણ ગઈ કાલે સંસદ પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય માગ્યો હતો. પરંતુ અમુક મિનિટોની અંદર જ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને લંડનમાં આપેલા ભાષણ અંગે ખુલાસો સંસદમાં કરશે તેવી વાત પણ કહી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે શું સંસદમાં આજે કાર્યવાહી થશે કે આજે પણ રોજની જેમ હોબાળો થતા સ્થગિત કરવામાં આવશે.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?