Loksabha election પહેલા Gujaratમાં ગરમાયું રાજકારણ! BJPના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ પરથી આપ્યું રાજીનામું પરંતુ..., આ વખતે ભાજપના ધારાસભ્યનો નંબર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-19 11:21:26

ધારાસભ્યો માટે રાજીનામું આપવું જાણે સામાન્ય થઈ ગયું છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટી અને અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. 6 ધારાસભ્યો પોતાનું પદ છોડી ચૂક્યા છે ત્યારે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી માહિતી સામે આવી છે કે વિધાનસભા અધ્યક્ષને મધરાત્રે 2.30 વાગ્યે રાજીનામું મોકલી દીધું હતું પરંતુ વિધાનસભા અધ્યક્ષે આ રાજીનામું સ્વીકાર્યું નથી.

Image

5 વિધાનસભા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી 

7 માર્ચે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની સાથે સાથે ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. 6 બેઠકો ખાલી થઈ છે પરંતુ ચૂંટણી 5 બેઠકો માટે યોજાવાની છે કારણ કે વિસાવદર અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે 6 ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ચૂક્યા છે તે કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના, તેમજ અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય હતા. પદ ઉપરથી રાજીનામું આપી, પક્ષને અલવિદા કહી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા ત્યારે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવાની છે તેવી માહિતી સામે આવી છે. જે ધારાસભ્ય રાજીનામું આપવાના છે તે કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટીના નથી પરંતુ તે ભાજપના જ છે. 


ભાજપના જ ધારાસભ્ય આપી રહ્યા છે પદ પરથી રાજીનામું !

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઈનામદાર ભાજપના સાવલીના ધારાસભ્ય છે. મધરાત્રે 2.30 વાગ્યે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યું હતું. એવી માહિતી સામે આવી છે કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામુ સ્વીકાર્યુ નથી. મહત્વનું છે કે ભાજપના કોઈ પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. જો વિધાનસભા અધ્યક્ષ ધારાસભ્યનું રાજીનામું સ્વીકારી લેશે તો ભાજપની 156 સીટોમાંથી 155 થઈ જશે. 2012માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ અંતર આત્માનો અવાજ સાંભળી રાજીનામું આપ્યું હોવાનું કારણ આપ્યું છે 


રંજનબેન ભટ્ટના નામની જાહેરાત બાદ શરૂ થયા આંતરિક ડખા!

વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટના નામની જાહેરાત પછી વડોદરા ભાજપમાં વિખવાદ શરૂ થયો હતો વાતો એવી પણ થઈ રહી છે કે કેતન ઈનામદારના પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની વાત કરી છે કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં તેઓ નારાજ થયા હતા. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપસિંહ સામે કેતન ઈનામદાર ચૂંટણી લડ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી પાર્ટીની નીતિથી નારાજગી હતી. જોકે થોડા દિવસ પહેલા મહિલા મોરચાના જ્યોતિ બેન રંજન બેન સામે મેદાને ઉતાર્યા હતા અને પછી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તે વખતે જ્યોતિબેન દ્વારા પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.  


રાજીનામું આપ્યા પાછળનું કારણ અકબંધ!

હવે કેતન ઈનામદારની વાત કરીએ તો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 65,078 જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા મત મળ્યા હતા. હવે કેતન ઈનામદાર મીડિયા સમક્ષ કઈ ખુલાસો કરે તો ખ્યાલ આવે કે રાજીનામાંનું અસલી કારણ શું છે? પ્રશ્ન એ પણ થાય કે કોંગ્રેસના, આપના કે અપક્ષના નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં જોડાય છે ત્યારે શું કેતન ઈનામદાર કોઈ બીજી પાર્ટીમાં જોડાવાના છે?  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?