દિલ્હીમાં વરસાદી પાણીને લઈ ગરમાઈ રાજનીતિ! ભાજપ પર આમ આદમી પાર્ટીએ આરોપ લગાવતા કહ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-15 15:51:42

દેશમાં ચોમાસાની સિઝન જોરદાર જામી છે. અનેક રાજ્યોમાં વરસી રહેલો વરસાદ કહેર વર્તાવી રહ્યો છે. થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશની હાલત વરસાદે ખરાબ કરી હતી ત્યારે હવે દિલ્હીને વરસાદ ધમરોળી રહ્યો છે. યમુના નદીનું જળસ્તર ભલે ઘટી રહ્યું છે પરંતુ વરસાદે મચાવેલી તારાજીથી જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. દિલ્હી જાણે જળમગ્ન થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દિલ્હીના અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ખરાબ થતી પરિસ્થિતિને જોતા આર્મીની મદદ લેવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વરસાદને લઈ  પણ રાજકારણ ગરમાયું છે. દિલ્હીને જાણી જોઈને ડૂબાડવામાં આવી રહે છે, તેવા આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કર્યા છે. ભાજપ પર નિશાન સાધ્યું છે.

ષડયંત્ર અંતર્ગત દિલ્હીને ડૂબાડવાની કરાઈ કોશિશ 

દિલ્હીમાં ઘણા સમયથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સુપ્રીમ કોર્ટના રસ્તાની બહાર, રાજઘાટ સહિતની જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. દિલ્હીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, યમુના નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું હતું. જળસ્તર વધવાને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ સેનાની મદદ લેવાની પણ વાત કરી હતી. વરસાદને લઈ તેમજ ભરાયેલા વરસાદી પાણીને લઈ આક્ષેપબાજી શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે જેમાં તેમણે આક્ષેપ લગાવ્યા છે કે જાણીજોઈને દિલ્હીને ડૂબાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે.


આપે ભાજપ પર લગાવ્યો આરોપ 

આરોપ લગાવતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે હથિનીકુંડ બેરાજથી ત્રણ કેનાલ નિકળે છે, પરંતુ ષડયંત્ર અંતર્ગત 9-13 જુલાઈ સુધી વેસ્ટર્ન કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ન હતું. બધુ પાણી ષડયંત્ર અંતર્ગત દિલ્હી તરફ છોડવામાં આવ્યું અને દિલ્હીને ડુબાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પશ્ચિમ નહેર માટે પાણી છોડાયું જ નહોતું. વધુમાં તેમણે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ અધિકારી જેવા એલજીના પ્રિય અધિકારી તેમના મંત્રી ફોન નથી ઉઠાવી રહ્યા.

ભાજપે આપી પ્રતિક્રિયા

તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપનો ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. બીજેપી નેતાએ કહ્યું કે આજે દિલ્હીના આઈટીઓ, રાજઘાટ સહિતની જગ્યાઓ ડૂબી રહી છે. સ્કૂલ, કોલેજ તેમજ ઓફિસો બંધ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીઓ માત્ર આરોપ લગાવી રહ્યા છે. બ્લેમ ગેમ રમી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ખોટો વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું આ સમય આરોપ પ્રતિઆરોપ કરવાનો છે? દરેક વસ્તુમાં, દરેક તકલીફમાં રાજનીતિ કરવી જરૂરી છે?      




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?