રાહુલ ગાંધીએ સંસદમાં એક ભાષણ આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાઈ ગયો છે.. ગઈકાલે ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર બજરંગ દળ તેમજ VHPના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી.. ગઈકાલે ભાજપની યુવા પાંખ મોરચાના સભ્યો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. તે વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવી પહોંચ્યા.. તોડફોડ બાદ સમાચાર સામે આવ્યા કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો.
કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને લઈ રાહુલ ગાંધીએ કરી આ ટ્વિટ
અંદાજીત 30 મિનીટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો... અંતે પોલીસ આવી અને કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી જેમાં અનેક MLA પણ હતા તેવા સમાચાર સામે આવ્યા. આ તોડફોડ બાદ રાહુલ ગાંધી દ્વારા એક ટ્વિટ કરવામાં આવી.. જેમાં તેમણે કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલા વિશે વાત કરી. ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે. તે સિવાય રાહુલ ગાંધીએ ફરી એક વખત જણાવ્યું કે ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે.
જીગ્નેશ મેવાણીએ કરી આ પોસ્ટ
આ મામલે જીજ્ઞેશ મેવાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે સરકારના પગ ચાટવામાં ગુજરાત પોલીસ ટોચ પર છે. પ્રામાણિકપણે પોતાનું કામ કરતા કેટલાક સારા પોલીસકર્મીઓને કદાચ આ ન ગમે, પરંતુ હવે પોલીસની આ છબી છે. ગઈકાલે કોંગ્રેસના કાર્યકરો પર પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે પોલીસ સ્પષ્ટપણે એકતરફી કાર્યવાહી કરતી જોવા મળી હતી. પોલીસ કોંગ્રેસના કાર્યાલયમાં ઘૂસીને પાંચ ટર્મના ધારાસભ્યને ગલીના ગુંડાઓની જેમ ખેંચી જતી જોવા મળી હતી, જ્યારે પોલીસ ભાજપના ગુંડાઓને રોકવાનો પ્રયાસ પણ કરી રહી ન હતી.આવા સંજોગોમાં ન્યાયની કોઈ આશા રાખી શકાય? ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..