મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં તરત ફેરફાર આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભાજપ આગળ ચાલતી દેખાઈ રહી છે. રૂઝાનમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. મધ્યપ્રદેશમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે અલગ અલગ રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણે જીતની શુભકામનાઓ પણ પાઠવી દીધી છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. દિગ્વિજય સિંહે પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીત પાકી છે તેવી વાત કરી છે.
ક્યાં કઈ પાર્ટી આગળ?
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ તેલંગાણા માટે વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં 230 સીટો માટે મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે ઈલેક્શન કમિશનના આંકડા પ્રમાણે બીજેપીને 126 સીટો મળી શકે છે જ્યારે 50 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં બીજેપી આગળ ચાલી રહી છે. તો છત્તીસગઢમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે.