આપણા રાજ્યમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. દરેક પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળશે.. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી સભાઓને ગજવવાના છે.. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે, જ્યારે અમિત શાહ પણ ગુજરાતમાં જનસભાને સંબોધવાના છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ગુજરાતના પ્રવાસે આવવાના છે...
વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રિયંકા ગાંધી પ્રચાર
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ઉમેદવારનો પ્રચાર કરવા... ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના પ્રવાસે આવવાના છે.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતમાં છે. અનેક જનસભાઓને તેઓ ગજવવાના છે તો કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે. વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે તેઓ પ્રચાર કરવાના છે.. ધરમપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વલસાડ બેઠક માટે માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટી જીતે છે તેની સરકાર બને છે..
અમિત શાહ પણ ગુજરાતમાં...
એક તરફ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે તો બીજી તરફ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે... પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે.. મહત્વનું છે કે પીએમ મોદી પણ પહેલી મેથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અનેક રોડ-શો તેમજ જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે....