રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં લગાવ્યું એડીચોટીનું જોર, જનસભા અને રોડ-શોનું કરાયું હતું મોટાપાયે આયોજન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-04 11:55:03

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ 3 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. જે અનુસાર બે તબક્કામાં મતદાન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જ્યારથી મતદાનની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારથી ચૂંટણી પ્રચાર પણ તેજ બની ગયો હતો. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં રેલી તેમજ સભાઓ સંબોધતા હતા. ત્યારે છેલ્લા એક મહિનામાં પીએમ મોદીએ 30 જનસભા સંબોધી છે જ્યારે અમિત શાહે અંદાજીત 35 જેટલી જનસભા સંબોધી છે. અરવિંદ કેજરીવાલે 19 સભામાં ભાગ લીધો છે જ્યારે રાહુલ ગાંધીએ માત્ર બે જનસભા સંબોધી છે.  

Image

Image

ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા  

પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે યોજાવાનું છે.  પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે આ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા દરેક પાર્ટીએ અને  નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ગુજરાતમાં ઉતારી દીધા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ. યોગી આદિત્યનાથ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરતા હતા. 

Image

Image

આમ આદમી પાર્ટીએ કર્યો પ્રચાર

આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પ્રચાર કરવામાં કસર નથી છોડી. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા ગુજરાત આવ્યા હતા. બીજા તબક્કા પહેલા આમ આદમી પાર્ટીએ હરભજન સિંહને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ઉપરાંત ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ-શો યોજ્યો હતો. 

Image

મતદારો  પર પ્રચારની કેટલી અસર થશે? 

ગાંધી પરિવારે પોતાને ગુજરાત ચૂંટણીથી દૂર રાખ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ગુજરાતમાં પ્રચાર કરવા નતો પ્રિયંકા ગાંધી આવ્યા નતો સોનિયા ગાંધી આવ્યા. રાહુલ ગાંધીએ માત્ર બે સભા યોજી હતી. પરંતુ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મલ્લિકાર્જન ખડગે ગુજરાત આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. નેતાઓ દ્વારા કરવામાં આવેલો આ પ્રચાર મતદારોને કેટલો સફળ થાય છે તે પરિણામના દિવસે ખબર પડશે.      




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?