ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકે રાજકીય પક્ષો, ECIએ જાહેર કરી ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2024-02-05 16:21:10

આગામી લોકોસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ કરવાને લઈ રાજકીય પક્ષોને સૂચના આપી છે. ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી કહ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પેમ્ફેલેટ વિતરણ, પોસ્ટર ચીપકાવવા, સુત્રોચ્ચારો કરવા, કે પછી પાર્ટીના બેનરો લઈને ચાલતા બાળકો કે સગીરોનો ઉપયોગ કરવો નહીં. 


ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ચાલશે નહીં


ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી સંબંધિત કાર્યો કે ચૂંટણી અભિયાનોમાં બાળકોને સામેલ કરવા આ બાબતો ચલાવી શકાશે નહીં. આ ગાઈડલાઈનમાં કોઈ પણ બાળકને રાજકીય અભિયાનમાં સામેલ કરવા, કવિતા પઠન કરતા, સુત્રોચ્ચાર કરવા કે પછી કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારના પ્રતિક કે ઉમેદવારનો ફોટો પ્રદર્શન કરતા બાળકો જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. 


શું કાર્યવાહી થશે?


ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચ જે તે રાજકીય પક્ષો સામે કાર્યવાહી કરશે, ચૂંટણી પંચ બાળ મજુરી સંબંધિત કલમો (1986)  હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવશે. આ સંબંધમાં ચૂંટણી અધિકારી, રિટર્નિગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે કોઈ રાજકિય નેતાની આસપાસ તેના માતા-પિતા કે વાલીની સાથે બાળકોની હાજરીને ચૂંટણી કાર્યવાહીમાં સામે કરવામાં આવ્યા નથી. વળી તે ગાઈડલાઈનનું ઉલ્લંઘન પણ માનવામાં આવશે નહીં.  


રાજકિય પક્ષો મંજુરી ન આપે: ચૂંટણી પંચ


ચૂંટણી પંચે તેની ગાઈડલાઈનમાં બોમ્બે હાઈકોર્ટના એક ચૂકાદાને ટાંકીને કહ્યું કે સુધારા કાનુન, 2016નું તમામ રાજકીય પક્ષોને બાળકોને ચૂંટણી પ્રચારમાં સામેલ ન કરવા સુનિચ્ચિત કરે અને કોઈ રાજકીય પક્ષ તેના ઉમેદવારોને તેની મંજુરી ન આપે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.