ઝારખંડના શાદાબ સાથે લગ્ન કરવા પોલેન્ડથી ભારત આવી બાર્બરા, હજારીબાગ કોર્ટમાં કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-19 20:52:00

દેશભરમાં પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરીની ચર્ચા છે, પબજી રમતા-રમતા સચીનના પ્રેમમાં પડેલી સીમા તેના ચાર બાળકો સાથે ભારત આવી ગઈ છે. જો કે આવી જ એક અન્ય પ્રેમ કહાની મીડિયાના ધ્યાનમાં આવી છે. બાર્બરા પોલક નામની એક 49 વર્ષીય મહિલા તેના પ્રેમીને મળવા પોલેન્ડથી ઝારખંડ પહોંચી છે. બાર્બરા અને તેનો 35 વર્ષીય ભારતીય પ્રેમી શાદાબ મલિક વર્ષ 2021માં ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે બાર્બરાએ તેના પતિથી છુટાછેડા લીધા છે અને તેની 6 વર્ષની પુત્રી સાથે ભારત આવી છે. 


2027 સુધીના વિઝા લઈને ભારત આવી


વર્ષ 2021માં પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાકે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઝારખંડના હજારીબાગ જિલ્લાના કાટકમસાંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ખુત્રા ગામનો રહેવાસી શાદાબ મલિક સાથે મિત્રતા કરી હતી. ધીરે-ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બાર્બરા પોલાકે તેનું દિલ હજારીબાગમાં રહેતા શાદાબને આપી દીધું હતું. ભારત આવીને તેના પ્રેમીને મળી શકે તે માટે બાર્બરાએ વિઝા માટે અરજી કરી હતી. બાર્બરા શાદાબ સાથે એટલી હદે પ્રેમમાં પડી ગઈ કે તે 2027 સુધીના વિઝા લઈને ભારત આવી ગઈ છે. શાદાબ પણ બાર્બરાને ખૂબ પ્રેમ કરે છે અને હવે બંનેએ હજારીબાગ એસડીએમ કોર્ટમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બાર્બરાએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા છે.


બાર્બરા ઘરના કામકાજમાં મદદ કરે છે


ભારત આવ્યા બાદ બાર્બરાએ પોતાની જાતને સંપૂર્ણપણે  દેશી રંગમાં રંગી લીધી છે. તે શાદાબના ઘરના કામમાં મદદ કરે છે. મોજા પહેરીને તે છાણ ઉપાડે છે, ઘર સાફ કરે છે. બાર્બરા કહે છે કે તેને ભારતમાં અને હજારીબાગમાં રહેવું ગમે છે પરંતુ ભીડવાળી જગ્યાએ જવાનું પસંદ નથી. બાર્બરાના સમાચાર સામે આવ્યા બાદ ડીએસપી રાજીવ કુમાર, હજારીબાગ હેડક્વાર્ટર અને ઈન્સ્પેક્ટર અભિષેક કુમાર તેને મળવા આવ્યા હતા. બાર્બરાએ તેને તેનો વિઝા બતાવ્યો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ બાર્બરા થોડા દિવસો બાદ પોતાના દેશ પરત ફરશે. બાર્બરાએ પણ ભારત દેશના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેને ભારત દેશ પસંદ આવ્યો છે.


શાદાબ પોલેન્ડ જશે, વિઝા માટે કરશે અરજી


શાદાબે હાર્ડવેર નેટવર્કિંગમાં ડિપ્લોમા કર્યું છે અને તે તેની કારકિર્દીની શોધમાં હતો. આ દરમિયાન તેણે પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી. હવે શાદાબ મલિક પણ તેની શ્રેષ્ઠ કારકિર્દી અને પ્રેમ મેળવ્યા બાદ પોલેન્ડ જવા માટે વિઝા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યો છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..