રાજકોટમાં ચિક્કાર દારૂ ઢીંચીને કાર ચલાવતા પોલીસકર્મીએ કિશોરીને લીધી અડફેટે, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-30 19:20:06

ઘણી વખત એવું બને છે કે સોશિયલ મીડિયામાં કે ટીવીમાં એક જ બનાવો એક ચોક્કસ સમયે ખૂબ જ વધારે માત્રામાં બને છે. જેમ કે રાજ્યમાં આજકાલ અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતના સમાચાર ચર્ચામાં છે, આ ઘટના બની ત્યાર બાદથી ગુજરાતમાં સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદના ગોજારા અકસ્માતે ન માત્ર ગુજરાતને કંપાવ્યું પણ દેશને પણ દુ:ખી કરી નાખ્યો છે. ત્યાર બાદથી અનેક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદનો અકસ્માત હજુ લોકો ભૂલ્યા નથી અને રાજકોટમાં અકસ્માત સામે આવ્યો છે. જો કે આ અકસ્માત વિશે સાંભળીને તમે પણ ગુસ્સે ભરાઈ જશો કારણ કે આ અકસ્માત એક પોલીસ કર્મચારીએ કર્યો છે અને તે પણ દારૂ પીધેલી હાલતમાં કર્યો છે.


પોલીસકર્મી પીધેલી હાલતમાં પકડાયો


ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદથી ગુજરાત પોલીસે ટ્રાફિકના નિયમન મામલે ડ્રાઈવ શરૂ છે અને ગુજરાતમાં અનેક લોકોને દંડી પણ રહી છે. એવામાં ગુજરાત અને દેશના લોકોની રક્ષા કરતી પોલીસના જવાન જ અકસ્માત કરતા નજરે પડ્યો છે. રાજકોટમાં ગઈકાલે રાતે એક પોલીસ કર્મચારીએ દારુ પીધેલી હાલતમાં ગાડી ઠોકી દીધી હતી અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ લોકોએ તેમને પકડી લીધો હતો. રાજકોટ યુનિવર્સિટીના ગેટ પાસે એક ગાડીએ સાયકલ લઈને જઈ રહેલી 17 વર્ષની છોકરી સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અધિકારીનું નામ લક્ષ્મીનારાયણ વ્યાસ છે અને તે ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં કામ કરે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ પોલીસ કર્મચારી નશાની હાલતમાં છે અને તે શું કરી રહ્યા છે અને શું બોલી રહ્યા છે તેનું જ તેને ભાન નથી. 


પોલીસકર્મી સામે નોંધાઈ ફરિયાદ


જો કે પોલીસ કર્મચારી અકસ્માત કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ લોકો પહોંચી ગયા હતા અને પોલીસને માર માર્યો હતો. પોલીસે લોકો સાથે માથાકૂટ કરી હતી જો કે પીધેલો ખાખીવાળો વ્યક્તિ હતો એટલે લોકોએ તેને દયા ખાઈને છોડી દીધો હતો. કારણ કે લોકોને પણ ખબર હતી કે આ તો પોલીસ પરિવારનો જ વ્યક્તિ છે તો આના પર તો ફરિયાદ પોલીસ કરશે નહીં કે લેશે નહીં. અકસ્માતમાં 17 વર્ષની છોકરી તો સહી સલામત છે પણ તેની સાયકલનો બુકડો બોલી ગયો છે. છોકરીના પરિવારવાળાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ ફરિયાદ કરી હતી કે અમારી છોકરીનો આ પોલીસ કર્મચારીએ અકસ્માત કર્યો છે. જો કે પોલીસે ગાડી ઠોકનાર પોલીસકર્મીની અટકાયત કરીને સંતોષ માન્યો હતો, પણ સોશિયલ મીડિયામાં દારુ પીધેલા પોલીસનો વીડિયો વાયરલ થતાં મામલો ગંભીર બન્યો હતો. મામલો ચગતા પોલીસે દારૂ પીધેલા પોલીસ કર્મચારી સામે 308, 337 અને 279 સહિતની કલમો લગાવી છે,. હવે મોટો સવાલ એ છે કે પોલીસની ફરજ છે લોકોનું રક્ષણ કરવાની તે જ પોલીસનો જવાન આવી રીતે અકસ્માત કરવા લાગે તો લોકો રક્ષણની અપેક્ષા કોના પ્રત્યે રાખશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...