ન્યાયની આશા સાથે બનાસકાંઠાથી નીકળેલા ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે. થપ્પડકાંડ બાદ ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવી માગ સાથે ખેડૂતો આગળ વધી રહ્યા છે. 18 ઓગસ્ટના રોજ ગાંધીનગર પહોંચવાનો ખેડૂતોનો પ્લાન છે. ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસના કાફલાએ તેમની રેલીને રોકી દીધી છે. આજે ખેડૂતોની યાત્રાનો સાતમો દિવસ છે અને યાત્રા મહેસાણાના ગોઝારિયા ખાતે પહોંચી હતી પરંતુ ત્યાં પોલીસના કાફલાએ તેમને આગળ જતા રોકી દીધા છે. અમરાભાઈએ સરકારને ચીમકી આપી છે.
શંકરચૌધરીએ આપ્યું હતું આ નિવેદન
બનાસકાંઠાથી નીકળેલી યાત્રામાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત લાખોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. અમરાભાઈએ સરકારને વિનંતી કરી છે. તેમણે સરકારને વિનંતી કરતા કહ્યું કે અમારા આ ખેડૂતની વેદના સમજે, અને અમને ન્યાય આપે. એમાં જ ગુજરાત સરકારની ભલાઈ છે. મહત્વનું છે કે થપ્પડકાંડ બાદ ખેડૂતોએ ન્યાય યાત્રા શરૂ કરી છે. લાફાકાંડ મામલે ધારાસભ્ય કેશાજી ચૌહાણે નિવેદન આપ્યું હતું અને આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. તે ઉપરાંત શંકરસિંહ ચૌધરીએ પણ લાફાકાંડને લઈ નિવેદન આપ્યું હતું અને આ મામલે ધારાસભ્યનું રાજીનામું ન લેવાય તેવી વાત કરી હતી.
ખેડૂતોને સાથ આપવા આવી રહ્યા છે રાકેશ ટીકૈત
મહત્વનું છે જ્યારે મહેસાણા ખાતે ખેડૂતોની રેલી પહોંચી હતી ત્યારે જમાવટની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. ખેડૂતો એકદમ આક્રામક દેખાયા હતા. ગાંધીનગર ખાતે 18 ઓગસ્ટે તેઓ પહોંચવાના છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ ખેડૂતોની રેલીમાં સામેલ થવા ગુજરાત આવી શકે છે. ખેડૂતોના સમર્થનમાં તેમણે નિવેદન પણ આપ્યું છે.