આજકાલ અનેક લોકો માંસાહારી ખાવાના શોખીન બન્યા છે. ત્યારે
સુરતના લાલગેટ હોડી બંગલા વિસ્તારની રેસ્ટોરન્ટમાંથી પોલીસે રેડ કરી 60 કિલો ગૌ-માંસ
પકડી પાડ્યું છે. જેને કારણે આસપાસના લોકોમાં ભારે અફરા-તફરી સર્જાઈ હતી. બાતમીને
આધારે પોલીસે દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટમાં રેડ કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું
છે. ગૌ માંસ મળી આવતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.
60 કિલો ગૌ-માંસ રેસ્ટોરન્ટમાંથી મળતા માલિકની કરાઈ ધરપકડ
દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટ છેલ્લા 4 વર્ષથી ચાલતું હોવાને કારણે અનેક લોકો નોન-વેજ ખાવા અહીં આવે છે. પોલીસને આશંકા હતી કે નોનવેજની આઈટમોમાં ગૌ-માસ ભેળવી લોકોને ખવડાવવાંમાં આવે છે. બાતમીના આધારે જ્યારે રેડ કરી ત્યારે ફ્રિઝમાં રહેલી અલગ-અલગ થેલીઓમાંથી ગૌ-માંસ મળી આવ્યું. પકડાયેલા માંસને રિપોર્ટ માટે મોકલાયું હતું. એફએસએલ રિપોર્ટમાં ગૌ-માંસ હોવાનું સાબિત થતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.
અનેક રેસ્ટોરન્ટ તેમજ લારીઓ પર હાથ ધરાયું ચેકિંગ
તંત્ર નોન-વેજની લારી તેમજ રેસ્ટોરન્ટ પર સરપ્રાઈઝ
ચેકિંગ કરી રહી છે. જે અંતર્ગત સુરત શહેરના પોશ વિસ્તારમાં ચાલતી અનેક નોન-વેજ રેસ્ટોરન્ટ
પર ચેકિંગ હાથ ધરાયું છે. નોન વેજમાં મિક્સીંગ કરીને લોકોને નોન-વેજ પીરસાતું હોવાની
વાતને ધ્યાનમાં રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.