ગુજરાતની અનેક જેલોમાં પોલીસનું સર્ચ ઓપરેશન, જેલમાંથી મળ્યા મોબાઇલ ફોન અને અનેક વાંધાજનક વસ્તુઓ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-25 12:35:38

થોડા ઘણા સમયથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા હર્ષ સંઘવી સાબરમતી જેલની સરપ્રાઈઝ વીઝિટ લેવા પહોંચી ગયા હતા. ત્યારે ગઈકાલે રાજ્યની અનેક જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર રાજ્યની 17 જેલોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌપ્રથમ વખત જેલ વિભાગને સાથે રાખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ, સુરત, પોરબંદર, મહેસાણા, નડિયાદ સહિતની જેલોમાં આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મોબાઈલ ફોન તેમજ ગુટખાના પેકેટ મળી આવ્યા હતા. ગઈકાલે ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠક બાદ પોલીસ દ્વારા જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.    


રાજ્યની 17 જેટલી જેલોમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન  

શુક્રવાર સાંજે ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યના ડીજીપી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ગૃહવિભાગ બાદ દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. દરોડાને પગલે જેલના અધિકારીઓમાં ફફળાટ જોવા મળ્યો હતો. આ સમગ્ર દરોડાની પ્રક્રિયા પર ગૃહરાજ્યમંત્રી,ડીજીપી, જેલ વિભાગના વડા નજર રાખી રહ્યા હતા. આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી સીએમ ડેશ બોર્ડથી લાઈવ જોઈ રહ્યા હતા જ્યારે હર્ષ સંઘવી કમાન્ડ કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા હતા. 



સર્ચ ઓપરેશન દરમિયાન જેલમાંથી મળ્યા મોબાઈલ ફોન 

આ ઓપરેશનમાં 1700 જેટલા પોલીસ કર્મીઓનો સમાવેશ થયો હતો. બોડીવોર્ન કેમેરા સાથે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજીત રાત્રીના 9 વાગ્યાથી શરૂ થયેલું ઓપરેશન સવાર સુધી ચાલ્યું હતું. દરોડા દરમિયાન પોલીસકર્મીઓએ જેલમાંથી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મોબાઈલ ફોન સિવાય જેલમાંથી હેરોઈન તેમજ ગુટખાના પેકેટો પણ મળી આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ બધી વસ્તુ જેલમાં ક્યાંથી પહોંચે.ત્યારે આવનાર દિવસોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવા તર્ક વિતર્ક હાલ જોવા મળી રહ્યા છે. જેલમાંથી વસ્તુઓ મળી આવતા હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી છે. 


    

  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...