Porbandarમાં Policeનું જબરજસ્ત કામ!, જે ગુંડાનું નામ પડતાં જ લોકો ફફડે એનું પોલીસે સરઘસ કાઢ્યું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-16 16:36:38

અમુક ગુંડાઓ એવા હોય કે જેનાથી લોકો તો શું નેતાઓ પણ ડરતા હોય છે. અને આજે એવા જ એક ગુંડાની વાત કરવી છે પણ જેનાથી મોટા મોટા લોકો ડરે છે એને એસપી જાડેજાએ ઔકાત બતાવી છે. પોરબંદર જ્યાં  ગાંધીનો જન્મ થયો અને એને ગાંધીની ભૂમિ કહેવાય પણ આ ગાંધીની ભૂમિ પર ગુંડાગીરી ચરમ સીમાએ પહોંચી છે. એક ગુંડો જેનું નામ રમેશ છેલાણા. આ એક એવું નામ છે જેનાથી લોકો ડરે ઠે પરંતુ નેતાઓ પણ આવા ગુંડાથી ડર્યા છે! પરંતુ આ ગુંડાને તેની અસલી ઔકાત એસપી જાડેજાએ બતાવી છે.

10 લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી

પોરબંદરના એસપી જાડેજાએ પોરબંદર નજીકના ઓડદર ગામની છેલાણા ગેંગના ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમના બે દિવસના રિમાન્ડ લેવાયા હતા, ત્યારે હવે આ શખ્સો સહિત કુલ ૧૦ શખ્સો સામે પોલીસે ગુજસીટોકનું હથીયાર ઉગામ્યું છે, પોલીસના આ નિર્ણયને કારણે સમગ્ર જિલ્લામાં ખુશી છે અને લોકો પોલીસની કામગીરીની દાદ દઈ રહ્યા છે. 


બે દિવસના રિમાન્ડ કરાયા મંજૂર 

આડેદર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના સાગરીતો સામે ગામમાં જ રહેતા બે પરિવારોને ધાકધમકી આપી તેની પાસેથી લાખો રૂપિયાની ખંડણી કરી તેમને ગામ મુકાવ્યું હોવાની વાત આવી હતી. આ મુદ્દે તારીખ ર૩ અને રપ નવેમ્બર ર૦ર૩ના રોજ ફરિયાદ નોંધાઈ. પછી આ લોકો ફરાર થઈ ગયા અને પોલીસ આ બધા આરોપીને રાજસ્થાનની પકડી લાવ્યા. ઝડપાયેલા શખ્સોમાં રમેશ ઉપરાંત કાના  છેલાણા, રામા છેલાણા અને ભાવેશ  છેલાણાને ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા  હતા. જેમાં રિમાન્ડ દરમ્યાન ચારેય શખ્સોને આડેદર ખાતે લઇ જવાયા.


પોરબંદર એસપીએ ટ્વિટર પર મૂકી ટ્વિટ 

પોલીસે રી-કન્સ્ટ્રકશન પણ કરાવ્યું. આ લોકો સામે પોલીસે ધાકધમકી, મારામારી, પ્રોહીબીશન, ખૂનની કોશિશ,ખંડણી અને બે પરિવારોને ગામ મુકાવવા સહિત અઢળક ગુન્હાઓ નોંધાયા છે. જેથી LCBએ આ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રેંજ આઈજી સમક્ષ દરખાસ્ત કરી હતી. જે મંજુર થતા રમેશ છેલાણા ઉપરાંત તેની ગેંગના અન્ય ૯ સાગરીતો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. ટ્વિટર પર એસપી પોરબંદર દ્વારા ટ્વિટ કરવામાં આવી છે જેમાં બિફોર અને આફ્ટર મૂકવામાં આવ્યું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?