અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર ગઈ કાલે રાત્રે થયેલા હ્રદયદ્રાવક અકસ્માતમાં 9 લોકોના મોત બાદ પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આજે સાંજે પિતા-પુત્રને લઈ જઈને ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. જેમાં અકસ્માત કેટલા વાગે સર્જાયો, કારની સ્પીડ કેટલી હતી, થાર ગાડી કઇ જગ્યાએ હતી સહિતની ઝીણવટીભરી તપાસ કરવામાં આવી હતી.
Ahmedabadમાં ગોઝારો અકસ્માત કરતા આરોપીઓને Policeએ ભણાવ્યો પાઠ, Iscon Bridgeના ઘટનાસ્થળ પર જ કરાવી ઉઠક-બેઠક #ahmedabad #tathyapatel #pragneshpatel #iscon #isconbridge #accident #police #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/nuiwpDVTrm
— Jamawat (@Jamawat3) July 20, 2023
પોલીસે ઉઠક-બેઠક કરાવી
Ahmedabadમાં ગોઝારો અકસ્માત કરતા આરોપીઓને Policeએ ભણાવ્યો પાઠ, Iscon Bridgeના ઘટનાસ્થળ પર જ કરાવી ઉઠક-બેઠક #ahmedabad #tathyapatel #pragneshpatel #iscon #isconbridge #accident #police #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/nuiwpDVTrm
— Jamawat (@Jamawat3) July 20, 2023જો કે આ રિકન્સ્ટ્રકશન દરમિયાન જ પોલીસે બંને આરોપીઓ પાસે માફી મંગાવી હતી અને ઉઠક બેઠક પણ કરાવી હતી. પિતા-પુત્રએ મીડિયાના કેમેરા સામે મૃતકોના પરિવારજનોની માફી માંગી હતી. સાથે જ બન્નેએ કેમેરા સામે ઉઠક-બેઠક કરી હતી. રિકન્સ્ટ્રકશનની ઘટના બાદ પોલીસે મીડિયા સામે નિવેદન આપ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસના ડીસીપી નીતા દેસાઇએ કહ્યું કે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન તપાસનો એક ભાગ છે. ઘટનાનું આરોપીને સાથે રાખીને ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરાયું. ઘટનામાં 9ના મોત થયાં છે તે બાબતમાં મેચ્યોરિટિનો અભાવ જોવા મળ્યો પોલીસ જે કાર્યવાહી કરવાની છે તે કરશે. એફએસએલ અધિકારીની વિઝિટ થઈ તેનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવશે તેના આધારે ચાર્જશીટમાં ગુનાની ગંભીરતા લેશું. આ કેસની ગંભીરતાને લઈ નાનામાં નાની બાબત ચકાસીને કેસની તપાસ કરીશુ.
CMએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તે અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી,અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. તદ્અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોમાંથી પસાર થતાં હાઈ-વે સહિત રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ વગેરેની દેખરેખ માટે સી.સી.ટી.વી કેમેરા નેટવર્ક અને મહાનગરોનાં હાઈ-વે પર લાઈટ-પોલ અંગે પોલીસ, માર્ગ-મકાન, શહેરી વિકાસ વિભાગ અને સ્થાનિક સત્તાતંત્ર વચ્ચે સંકલન સાધીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્ય સચિવને સુચનાઓ આપી હતી.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તથા મુખ્યમંત્રીનાં સલાહકાર એસ.એસ.રાઠૌર, વાહન વ્યવહાર અને બંદરોનાં અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, માર્ગ-મકાન સચિવ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસ કમિશનર,રોડ સેફ્ટી ઓથોરિટીનાં અધ્યક્ષ લલીત પાડલિયા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.