અમદાવાદમાં શહેરમાં બિલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરો ખુલી રહ્યા છે અને પોલીસ દ્વારા સ્પાના નામે કુટણખાનું ચલાવતા લોકો પર તવાઈ પણ બોલાવવામાં આવી રહી છે અમદાવાદમાં દિવસ ઉગે અને એક નવુ સ્પા ચાલુ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં મોટા ભાગના સ્પા મસાજના નામે દેહવ્યાપારનો ખુલ્લેઆમ ધંધો ચલાવે છે જેમાં મહિલા પોલીસ માત્ર નામ પૂરતી કાર્યવાહી કરતી હોય તેવું લાગી રહ્યું છે
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવું જ એક સ્પા પર ઓઢવ પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી રેડ કરવામાં આવી હતી ઓઢવ વિસ્તારમાં ચાલતા બોધી ઈન્ટરનેશનલ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા..જેમાં પોલીસે 3 ગ્રાહક, માલિક સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે
પોલીસની ટ્રિકથી ભાંડો ફૂટ્યો
અમદાવાદ ઓઢવના ધર્મકુંજ કોમ્પલેક્ષમાં સ્પાના નામે દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી પરંતુ આ સ્પા સંચાલકનો પર્દાફાશ કરવા પોલીસે એક જબરી ટ્રિકથી દેહવ્યાપારના પર્દાફાશ કર્યો હતો...પોલીસે એક ડમી ગ્રાહક ઊભો કર્યો આ ડમી ગ્રાહકને બે હજારની ચલણી નોટો આપી હતી અને સમજાવી દીધો હતો કે સ્પા સેન્ટરમાં મેનેજર અને માલિક હોય તો તેને ભાવતાલ નક્કી કરવાનો છે. ભાવતાલ નક્કી થઇ ગયા બાદ પોલીસને મિસકોલ મારીને સિગ્નલ આપી દેવાનું છે. ડમી ગ્રાહક જ્યારે સ્પા સેન્ટરમાં ગયો ત્યારે તેને મેનેજર સાથે ભાવ નક્કી કર્યો હતો અને બાદમાં યુવતી સાથે મસાજ કરાવવા માટે ગયો ત્યારે તેણે મિસકોલ મારીને તરત જ સિગ્નલ આપી દીધું હતું. ઓઢવ પોલીસે તરત જ રેડ કરી લીધી હતી.
ઓઢવ પોલીસને સ્પામાંથી મિઝોરમ, નાગાલેન્ડ સહિત અન્ય યુવતીઓ મળી આવી હતી જોકે આ રેડ બાદ પોલીસ સ્પાના માલિક સહિત 5 લોકોને જેલ ભેગા કરી દીધા હતા
ઓઢવ વિસ્તારમાં આ સિવાય ઘણા સ્પા ધમધમી રહ્યા છે જે કોમ્પલેક્ષમાં ઓઢવ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી તે ધર્મકુંજ કોમ્પલેક્ષમાં બીજા અન્ય સ્પા સેન્ટર પણ ચાલી રહ્યા છે જેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો પોલીસને અન્ય બીજી સફળતા મળી શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે