Gandhinagar વિરોધ કરવા પહોંચેલા TET-TAT ઉમેદવારો સાથે પોલીસે કર્યું ગેરવર્તન! ઉમેદવરોની કરાઈ અટકાયત!


  • Published By :
  • Published Date : 2023-11-21 14:04:47

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારોએ પોતાની વાત સરકાર સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી ન પહોંચ્યો. જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ગાંધીનગરમાં અનેક વખત તેમણે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે જ્યારે ગાંધીનગર ખાતે તેઓ આંદોલન કરવા પહોંચે છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે જે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. ઉમેદવારો આતંકવાદીઓ હોય એવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે.  

 ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાનું જણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ હતુ. તે દરમિયાન આ વિરોધની સામે પોલીસે વિરોધ કરનાર પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. 


ગાંધીનગર ખાતે ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

ભાવિ શિક્ષકો કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આવી છે. આપ દ્વારા દાંડી યાત્રા 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વખત સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની માગ સરકાર સુધી નથી પહોંચતો.ગાંધીનગર ખાતે અનેક વખત ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવતી હતી. ત્યારે આજે પણ ઉમેદવારો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 

 આ પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઇને અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં 'અમારે જોઇએ કાયમી શિક્ષક', 'કાયમી શિક્ષકોની ભરતી કરો' જેવા નારા લગાવ્યા હતા. આ સાથે આ લોકોએ રોષ સાથે મીડિયાને કહ્યુ હતુ કે, અમે આતંકવાદીઓ છીએ? તો પોલીસ અમારી સાથે આવો વ્યવહાર કરી રહી છે?

 આ પ્રદર્શનકારીઓ જ્યારે શાંતિથી આવીને વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરતા મહિલાઓ અને પુરુષોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિતની જ્ઞાન સહાયક ભરતીનો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી છે કે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે.

ઉમેદવારો સાથે પોલીસ કરે છે ગેરવર્તન 

ઉમેદવારો જ્યારે જ્યારે ગાંધીનગર ખાતે વિરોધ કરવા પહોંચે છે ત્યારે ત્યારે તેમને પોલીસના ગેરવર્તનનો શિકાર બનવું પડે છે. પોલીસ જાણે આતંકવાદીઓ સાથે વર્તન કરતી હોય તેવી રીતે ઉમેદવારો પર ત્રાટકી છે. આની પહેલા પણ પોલીસ દ્વારા આવા ઉમેદવારો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.