શ્રદ્ધા હત્યાકાંડમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી અલગ અલગ જગ્યાઓ પર નાખી દીધા હતા. પોલીસ શરીરના ટુકડાને શોધવામાં લાગી છે. પોલીસ આફતાબની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. પૂછપરછને ધ્યાનમાં રાખી પોલીસે દક્ષિણ દિલ્હીમાં આવેલા તળાવમાં પોતાની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આફતાબે શ્રદ્ધાનું માથું અહીં ફેક્યું હતું.
શ્રદ્ધાનું માથું શોધવા પોલીસનો પ્રયાસ
આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી દીધા હતા. પોલીસ આફતાબની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન આફતાબે પોલીસને જણાવ્યું કે શ્રદ્ધાનું માથું ક્યાં ફેક્યું છે. આફતાબના જણાવ્યા મુજબ તેણે છતરપુર જિલ્લાના મેદાનમાં આવેલા તળાવમાં તેનું માથું ફેકી દીધું હતું. પોલીસે ત્યાં જઈ તળાવને ખાલી કરવામાં આવી રહ્યું છે.
પોલીસને જંગલમાંથી અનેક હાડકા મળ્યા
ઉપરાંત મહરૌલીના જંગલમાંથી પોલીસને અનેક હાડકા પણ મળી આવ્યા છે. આ હાડકા શ્રદ્ધાના છે કે નહીં તે માટે પોલીસે હાડકાને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોલીસ હવે આ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જો આ હાડકા શ્રદ્ધાના હોય તો આ કેસને સોલ કરવામાં પોલીસને ઘણી મદદ મળી શકે છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ મુંબઈ સ્થિત ફ્લેટમાં પહોંચી છે જ્યાં તેઓ રહેતા હતા. પોલીસનું માનવું છે કે ઘરની તપાસ કરવાથી અનેક પુરાવા મળી શકે છે જે કેસને સોલ કરવામાં મદદ કરશે.
આફતાબનો થશે નાર્કો ટેસ્ટ
આ હત્યાકાંડ અંગે વધુ અને સાચી વિગતો મળી શકે તે માટે આજે આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં આફતાબને પૂછવા માટે અંદાજીત 40 જેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. પોલીસને આશા છે કે આ ટેસ્ટ બાદ હત્યાકાંડના પૂરાવા મેળવવામાં તેમજ ઘટનાક્રમને સમજવામાં ઘણી મદદ મળી રહેશે.