સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાં શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે રામનવમી જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે અનેક જગ્યાઓ પર પોલીસ બળને તૈનાત કરી દેવામાં આવી છે. બંગાળ, બિહાર અને દિલ્હીમાં પોલીસ ફોર્સ મૂકી દેવામાં આવી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે હનુમાન જયંતીને લઈ એડવાઈઝરી બહાર પાડી છે. દિલ્હીમાં સુરક્ષા બળોએ ફ્લેગ માર્ચ કરી હતી.
હનુમાન જયંતીના દિવસે શાંતિ જળવાય તે માટે પોલીસ કરાઈ તૈનાત
રામનવમી દરમિયાન અનેક રાજ્યોમાં હિંસા ફાટી નિકળી હતી. અનેક જગ્યાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં રામનવમીના દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રામનવમીને અનેક દિવસો વીતી ગયા છે પરંતુ હિંસા શાંત થવાની નામ નથી લેતી. રવિવારે પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ વાહનોને આગ લગાડી દીધી હતી. તે સિવાય બિહારમાં પણ હિંસા જોવા મળી હતી.
પોલીસે કર્યું હતું ફ્લેગમાર્ચ
રામનવમીના દિવસે ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી હનુમાન જયંતી પર આવી ઘટના ન બને તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. ઉપરાંત અનેક રાજ્યોમાં પૌલીસ બળને તૈનાત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત પોલીસે પશ્ચિમ બંગાળમાં રાત્રે ફ્લેગ માર્ચ કર્યું હતું.