દિવાળી સમયે મોરબીમાં હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. અનેક મહિનાઓ બાદ મોરબી સેશન્સ કોર્ટમાં 1200 પાનાની ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી જેમાં આરોપી તરીકે ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલના નામનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કેસમાં નવ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે રજૂ કરવામાં આવેલી ચાર્જસીટમાં જયસુખ પટેલનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે.
ચાર્જસીટમાં ઉમેરાયું ઓરેવા કંપનીના માલિકનું નામ
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. દુર્ઘટના બાદ અનેક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલાને લઈ 1200 જેટલા પાનાની ચાર્જશીટ મોરબી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં મુખ્યઆરોપી તરીકે જયસુખ પટેલનું નામ લખવામાં આવ્યું છે. આ મામલે કોર્ટમાં જયસુખ પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી 1લી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.