અનેક શબ્દો એવા હોય છે જે સાંભળીને આપણી નજરની સામે એક ચિત્ર ઉભું થઈ જાય. આપણે જેવું તેમના માટે સાંભળ્યું હોય તેવી છબી આપણી સામે આવી જાય. તેવો જ એક શબ્દ છે પોલીસ... પોલીસનું નામ સાંભળતા જ આપણા મનમાં એવી વાત આવવા લાગે છે જેમાં પોલીસની નેગેટિવ છબીઓ હોય. અનેક પોલીસ દ્વારા કરવામાં આવેલું વર્તન, પોલીસના ધાકધમકીનો મિજાજ આપણા દિમાગમાં યાદ આવે. આજે પોલીસના એવો ચહેરો બતાવો છે જે એકદમ પોઝિટિવ છે. અનેક વખત પોલીસ લોકોની મદદે આવતી હોય છે તેવો વીડિયો સામે આવ્યો છે.
નિ:સહાય લોકોને પોલીસે કર્યું ધાબળાનું વિતરણ
અનેક માણસો એવા હોય છે જે પોલીસના નામથી ફફડે છે. કોઈ ફરિયાદ કરવા પણ જો પોલીસ સ્ટેશન જવાનું હોય તો તે નથી જતા કારણ કે તેમને પોલીસનો ખોફ હોય છે. સામાન્ય માણસ પોલીસની મદદ લે તે માટે, પોલીસ તેમના માટે જ છે તે માટે પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. પોલીસ પ્રજાનો મિત્ર એવું સૂત્ર છે જેને ગુજરાત પોલીસ સાર્થક કરી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં રસ્તા પર રહેતા નિરાધાર અને નિ:સહાય લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડી સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે પોલીસ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા અનેક વખત કરવામાં આવે છે આવી પ્રવૃત્તિ!
મહત્વનું છે કે આપણે તો ઘરમાં રહીએ છીએ, ઠંડીથી રક્ષણ મળે તે માટે આપણી પાસે ધાબળા છે, સ્વેટર છે પરંતુ રસ્તા પર રહેતા નિરાધાર લોકો પાસે નથી તો ઘર નથી તો ઠંડીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા. ઠંડી હોય, ગરમી હોય કે પછી ચોમાસું હોય આ લોકોને રસ્તા પર જ પોતાનું જીવન ગુજારવું પડે છે. ત્યારે શિયાળામાં ઠંડીથી આ લોકોને રક્ષણ મળી રહે તે માટે ધાબળાનું વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આવી અનેક પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે.