કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. અનેક વર્ષો બાદ TET-TATની પરીક્ષા લેવામાં આવી. ભરતી થાય તે પહેલા જ્ઞાનસહાયક અંતર્ગત કરાર આધારીત ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેને લઈ ઉમેદવારોમાં રોષની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર ખાતે ઉમેદવારો વિરોધ કરવા એકત્રિત થવાના હતા પરંતુ તેઓ સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે. તેવા સમાચાર મળી રહ્યા છે. જમાવટ સામે પણ ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કરાર આધારીત નોકરીને નાબુદ કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે.