વાહ રે પોલીસ! સુરતના વાવ SRP કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો, 3 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-11 19:18:43

ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો હાસ્યાસ્પદ બની રહ્યો છે, દારૂબંધીના કાયદાના પાલનની જવાબદારી જેમના ખભે છે તે પોલીસકર્મીઓ જ કાયદાની ઐસીતૈસી કરી રહ્યા છે. વલસાડમાં પત્ની સાથે દારૂની હેરાફેરી કરતો એક પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી. સુરતના વાવ SRP કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો. આરોપી હિતેશ ચૌહાણ પત્ની અલકા ચૌહાણને સાથે રાખી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. 


3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત


પારડી પોલીસે બાતમીના આધારે સુરતના વાવ SRP કેમ્પના પોલીસ કોન્સ્ટેબલને દારૂની હેરાફેરી કરતો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસે વિદેશી દારૂ અને કાર મળી ત્રણ લાખથી વધુની મુદ્દામાલ સાથે તેને ઝડપી લીધો હતો. દારૂના ધંધામાં મોટી કમાણીની લાલચમાં આવી કોન્સ્ટેબલ બુટલેગર બન્યો હતો.  

 

અગાઉ પણ બે  SRP જવાન ઝડપાયા હતા


નર્મદા બટાલિયન SRP જૂથ 18માં ફરજ બજાવતા અને SRP સ્ટાફ ક્વાટર માં રહેતા બે જવાનો વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયા હતા તેઓ પોતાની કારમાં 38 હજાર નો દારૂ ભરી આવતા મુદ્દામાલ સાથે LCB પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે દારૂની હેરાફેરીનો કેશ બનાવી બંનેની ધરપકડ કરી છે. અર્જુનસિંહ અનુપસિંહ ગોહીલ, અને વરશનભાઈ તેરસિંગ ભાઈ રાઠવા વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની LCB નર્મદાને બાતમી મળી હતી સાથે આજે મોટો જથ્થો પોતાની કારમાં લઈને આવી રહ્યા છે તેવી બાતમીના આધારે LCB પી.આઈ.ની સૂચના હેઠળ પીએસઆઇ જે.બી.વસાવા પો.હે.કો. મુનીર બળવંતસિંહ સહિત ટીમ સમશેરપુરા કેનાલ પાસે ચેકીંગ કરતા હતા. એવા સમયે સમશેરપુરા કેનાલ પાસેથી અર્જુનસિંહ ગોહિલ અને વરશન રાઠવા નીકળવા જતા હતા. જો કે પોલીસે ગાડી ચેકીંગ કરી ત્યારે અંદરથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો અંદાજિત 38,400 નો જથ્થો તેમજ મારૂતી સ્વિફ્ટ ફોરવ્હીલ ગાડી પોલીસે કબ્જે કરી અને બંને SRP જવાનોની પણ ધરપકડ કરી હતી.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...