આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નર્મદાનું વન વિભાગ આ મામલે ફરિયાદી બન્યું છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી.વન વિભગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી તે મામલે તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. આ મામલે એસપી દ્વારા કોઈ અધિકારીક રીતે કોઈ જાણકારી આપવામાં નથી આવી પરંતુ આ મળતી માહિતી અનુસાર ખાલી બોલાચાલી ન થઈ હતી પરંતુ મારામારી પણ હતી. વન વિભાગના કર્મચારીને ઈજા પણ પહોંચી હતી. ત્યારે તેને લઈ ધારાસભ્ય વિરૂદ્ધ પગલા લઈ શકાય છે. કલમ 386 હેઠળ ગુન્હો દાખલ કરાયો છે. જ્યારે આ મામલે ચૈતર વસાવાને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો. ધારાસભ્યની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે!
ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી વધી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ મોકલ્યું છે પૂછપરછ માટે. તો બીજી તરફ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધવાની છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી. વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે બોલાચાલી હતી અને તે વિરૂદ્ધ આજે ફરિયાદ નર્મદા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.