જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા વિરૂદ્ધ થઈ પોલીસ ફરિયાદ, પહેલા યુવકનું અપહરણ કર્યું અને પછી માર્યો ઢોર માર, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 20:34:24

ગોંડલના  પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા જયરાજસિંહ જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે... કેમ કે તેમના દિકરા ગણેશે દાદાગીરી દેખાડી છે... જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દિકરા ગણેશે એક દલિત યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો..... જેના કારણે FIR નોંધાઈ.... એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ છે... 


અપહરણ કરી મારવામાં આવ્યો ઢોર માર 

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.... જૂનાગઢ NSUI પ્રમુખનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના 'ગણેશગઢ' ખાતે લઈ જઈ આરોપીઓએ ભોગ બનનારનાં કપડાં કાઢી ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી આરોપી નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.... 



જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું..  

સમગ્ર મામલે એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઇ છે. હાલ ભોગ બનાનાર યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સંજય રાજુભાઇ સોલંકી જૂનાગઢના દાદાર રોડ પર રહે છે. કોરિયોગ્રાફીના વ્યવસાય સાથે તે સંકળાયેલા. સાથે સાથે કોંગ્રેસની યુવા પાંખ NSUI સાથે પણ જોડાયેલા. 



અચાનક ફોર વ્હીલર આવ્યું અને... 

તે જૂનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ફોર વ્હીલ અચાનક ખુબ જ જોખમી રીતે તેની પાસે આવીને ઉભી રહી હતી....જોખમી રીતે ગાડી ચલાવવામાં આવી રહી હતી જેથી સંજય સોલંકીએ ગાડી સરખી ચલાવવાનું ગાડી ચાલકને કહ્યું... આ સાંભળતાની સાથે ગાડીમાંથી રહેલા લોકો ઉશ્કેરાઈ ગયા અને માથાકુટ કરવા લાગ્યા... ત્યારબાદ સંજય પોતાના દિકરાને મુકવા ઘરે ગયા... અને ત્યાં ગણેશ જાડેજા પોતાના સાગરિતો સાથે આવી ગયા... 



વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી ફરિયાદ 

બાદમાં યુવકનું અપહરણ કર્યું અને તેને ગોંડલ લઇ ગયા અને યુવકને એક ખેતરમાં ઢોરમાર માર્યો હતો. ત્યાર બાદ ગણેશ ગઢમાં લઇ જઇને પણ ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત જાતિ સૂચક શબ્દો બોલીને વારંવાર અપમાન પણ કર્યું હતું. તમારો ત્રાસ ખુબ વધી ગયો છે. હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે. ક્યાંય પણ કોંગ્રેસમાં સક્રિય રહેતો નહીં તેવું કહીને હડધુત કર્યો હતો. ત્યારબાદ તેને ગાડીમાં જૂનાગઢ પરત છોડીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે હવે યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ થઇ છે. 



10 લોકો સામે નોંધવામાં આવ્યો કેસ 

ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, ગણેશ જાડેજા સહિતના 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનારનું જૂનાગઢમાંથી અપહરણ કરી ગોંડલ તરફ લઈ ગયા હતા. આરોપીઓ સામે એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી, એસઓજી સહિતની ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


જયરાજસિંહ જાડેજા થોડા સમય પહેલા આવ્યા હતા ચર્ચામાં 

ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવાર નવાર પોતાના દબંગ અંદાજના કારણે ચર્ચામાં આવતા રહે છે. તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ અવાર નવાર કોઇને કોઇ વિવાદોમાં સપડાતો રહેતો હોય છે. હાલમાં જ રિબડા વિધાનસભા ચૂંટણી પહેલા રિબડા જૂથ તથા ગોંડલજુથ વિવાદમાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજપુતો અંગે કરેલા બફાટ બાદ પણ થયેલા આંદોલનને શાંત કરવામાં જયરાજસિંહ જાડેજાએ અગ્રણીની ભૂમિકા ભજવી હતી..... 


આ કેસની તપાસ પર સૌ કોઈની નજર 

જોવાનું એ રહેશે કે, આ કેસમાં તપાસ ક્યાં સુધી પહોંચે છે..કારણ કે રાજનેતા અને દબંગ નેતાના પુત્ર સામે આ ફરિયાદ થઈ છે... સામાન્ય માણસની જેમ કાર્યવાહી થશે કે કેમ જોવુ રહેશે... શું આ પરિવાર લડવા નીકળ્યો છે તે અંત સુધી લડી શકશે કે એ પહેલા જ મામલો દબાઈ જશે... કેમ કે સામાન્ય પરિવારો માટે ન્યાય મેળવવું બહુ અઘરુ હોય છે..... જે રીતે અત્યારે પોલીસે ગુનો નોંધ્યો છે. સીસીટીવી સહિતના પુરાવા કબજે કર્યા છે. શું પોલીસ અંત સુધી સાથ આપી શકે છે કે કેમ એ પણ એક મોટો વિષય છે...



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?