છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. અલગ અલગ સ્થળો પર રેડ પાડવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સીમાં પોલીસે રેડ કરી હતી અને અનેક લોકોને પકડી પાડ્યા હતા. ઝડપી પાડવામાં આવેલા લોકોમાં નિવૃત્ત એડિશનલ ડીજીપીનો પુત્ર પણ સામેલ હોવાની માહિતી સામે આવી હતી. નિવૃત્ત ડીજીપીના પુત્રનો સામેલ હોવાનું સામે આવ્યું છે.
જુગાર રમતા લોકોમાં પૂર્વ ADGPના પુત્રનો પણ સમાવેશ
શ્રાવણ મહિનામાં અને તેમાં પણ સાતમ આઠમ દરમિયાન લોકો જુગાર રમતા જોવા મળતા હોય છે. જુગારીઓને રંગેહાથ પકડવા માટે પોલીસ અનેક જગ્યાઓ પર રેડ પાડતી હોય છે. થોડા દિવસ પહેલા થલતેજમાં ન્યુયોર્ક ટાવરમાંથી પોલીસે રેડ કરી હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું હતું. એ જુગારધામમાં અનેક લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. 3 લાખ કરતા વધારેનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે ગઈકાલે ફરી એક જુગારધામ પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદની હોટલમાં જુગારધામ ચાલતું હતું. પોલીસે દરોડા પાડ્યા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ રેડમાં પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યા છે અને આ પકડાયેલા લોકોમાં નિવૃત્ત એડીજીપીના પુત્રનો સમાવેશ થાય છે.
અનેક જગ્યાઓ પર પોલીસે પાડી છે રેડ
પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સી હોટલમાં જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી. લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આખી ઘટનામાં મુખ્ય વાત તો એ હતી જેટલા લોકો જુગાર રમતા પકડાયા છે તેમાં એક નિવૃત્ત એડિશનલ ડીજીપીના પુત્રનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી આવા અનેક જુગારધામો સામે આવી રહ્યા છે. શહેરમાં થતી ગેરકાયદેસર ગતિવિધીને રોકવા, અસામાજીક તત્વો પર રોક લગાવવા માટે પોલીસ કમિશનર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી કરતા સામાન્ય લોકોમાં તો ફફડાટ જોવા મળી રહ્યો છે પરંતુ હવે તો પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ઉઠ્યો છે.