અમરેલીમાં દારૂના હપ્તા મામલે પોલીસ-બુટલેગરનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ, જિલ્લા પોલીસવડાએ કરી આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-09-26 21:31:11

ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે, દારૂબંધીનો અમલ કરાવનારા પોલીસકર્મીઓ જ બુટલેગરો પાસેથી  હપ્તા ઉઘરાવીને સંરક્ષણ આપે છે. રાજ્યના તમામ મોટા શહેરો અને ગામડાઓમાં દારૂની બદી ચિંતાજનક હદે વધી રહી છે. જો કે અમરેલીમાં એક પોલીસકર્મી અને બુટલેગર વચ્ચેની વાતચીતની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં હડકંપ મચી ગયો છે. પોલીસકર્મી દ્વારા ખુલ્લેઆમ બૂટલેગરને દારૂ વેચવા માટે પ્રોત્સાહન આપી માસિક 20 હજારના હપતાની માગણી કરવામાં આવતી હોવાની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં એસપી દ્વારા તાત્કાલિક અસરથી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઓડિયો-ક્લિપને લઈ અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પણ અમરેલી પોલીસ પર દારૂના વેચાણને લઈ ગંભીર આક્ષેપો કર્યા છે. આ  સમગ્ર મામલે અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે અને આ મામલો અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.  




વિપુલ દુધાતે શું રજુઆત કરી?


આ ઓડિયો પોલીસ અને બુટલેગરનું છે જેમાં પોલીસ પૈસાની લેવડદેવડની વાત કરી રહ્યા છે.. વીડિયો બહાર આવતા અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારથી લીલીયા પોલીસ મથકમાં એસ આર ગોહિલ પીએસઆઈ બનીને આવ્યા છે ત્યારથી ખુલ્લેઆમ બુટલેગર દારુ વેચી રહ્યા છે. લોકોએ અનેકવાર પીએસઆઈને ફરિયાદ કરી છે પણ લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે તેવી વાતો પણ સામે આવી રહી છે. ઘટનાની સામે મામલો જિલ્લા પોલીસ વડા સામે પહોંચતા તેમણે કાર્યવાહી કરી છે અને જયસુખ મકવાણા, એક જમાદાર અને પીએસઆઈ એસ આર ગોહિલની હેડક્વાર્ટરમાં બદલી કરાવી નાખવાની અપીલ કરવામાં આવી હતી. બુટલેગરનું નામ વિપુલ ગોહિલ છે પણ પોલીસ અધિકારી પીએસઆઈ છે કે નહીં તે જાણવા માટે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. જો પીએસઆઈ હશે તો કડક કાર્યવાહી થશે એવી વાતો છે. જોઈએ હવે શું થાય છે?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?