છેલ્લા ઘણા દિવસોથી નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે કિરણ પટેલની સાથે જે અન્ય બે ગુજરાતીઓ કાશ્મીરમાં વીઆઈપી સુવિધાઓ મેળવી રહ્યા હતા હતી તેની ઓળખ કરી લેવામાં આવી છે. જે બે યુવાનોની વાત કરવામાં આવી રહી છે તેમાંથી એક ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા છે અને બીજો તેનો મિત્ર જય સીતાપરા છે.
આ ઘટનામાં સામેલ બે લોકોની કરાઈ ધરપકડ!
કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીર પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે કાશ્મીર પોલીસ અમદાવાદ આવી હતી અને બંને યુવાનોને કાશ્મીર લઈ ગઈ હતી. જે બે લોકોને પૂછપરછ માટે કાશ્મીર લઈ જવાયા છે તે લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાના પુત્ર છે અને બીજો વ્યક્તિ તેનો મિત્ર જય સીતાપરા છે. છેલ્લા ચાર જેટલા દિવસોથી તેઓ જમ્મુ કાશ્મીર પોલીસની કબજામાં છે. આ બંને લોકો જમ્મુ કાશ્મીરમાં જ્યારે પીએમઓ અધિકારી બની જ્યારે જમ્મુ કાશ્મીરમાં ફરતો હતો ત્યારે આ બંને લોકો પણ એમાં સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બંને ગુજરાત પરત આવી ગયા છે. કિરણ પટેલના રિમાન્ડ બાદ બંનેને કાશ્મીર બોલાવવામાં આવ્યા હતા અને જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે.
23 માર્ચના રોજ હાથ ધરાશે સુનાવણી
થોડા સમય પહેલા નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી ઉપરાંત અનેક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મુદ્દો સામે આવતા એક ચર્ચાનો વિષય બની ગયો હતો. કેવી રીતે એક સામાન્ય માણસ નકલી પીએમઓ અધિકારી બની સુવિધાઓ મેળવી શકે છે તે એક પ્રશ્ન છે. કિરણ પટેલે જામીન મેળવવા માટે શ્રીનગર કોર્ટમાં અરજી કરી છે. 23મી માર્ચના રોજ આ અંગે ચૂકાદો સંભળાવવામાં આવશે. અમદાવાદમાં રહેતા કિરણ પટેલનો ઠગ તરીકેનો ભાંડો ફૂટતા પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.