ગઈકાલે પોઈચાથી એક સમાચાર સામે આવ્યા જેણે લોકોને ગમગીન કરી દીધા.. સુરતથી પોઈચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા લોકો એકાએક તણાઈ ગયા.. 8 લોકો પાણીમાં ડૂબી ગયા જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો.. સાત લોકોની શોધખોળ ચાલું હતી અને હવે સમાચાર મળી રહ્યા છે કે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર 6 કિમી દૂર આવેલા પૂલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. બાકીના લોકોને શોધવાની તજવીજ ચાલી રહી છે..
8 જેટલા લોકો ગયા હતા ન્હાવા
દુર્ઘટના ક્યારે પણ અને કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. ન્હાવા માટે ગયેલા લોકોને પણ નહીં ખબર હોય કે તે દુર્ઘટનાનો શિકાર બનવાના છે.. નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકો અચાનક ડૂબી ગયા.. 8 જેટલા લોકો ડૂબ્યા હતા જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકી રેહલા લોકોની શોધખોળ ચાલી રહી હતી.
એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ
લોકો સુરક્ષિત રીતે મળી આવે તેવી આશા હતી પરંતુ ડૂબા ગયેલા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની લાશ સવારે મળી આવી હતી. અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.. મળતી માહિતી અનુસાર તણાઈ ગયેલા લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમ તેમજ અનેક ફાયર ફાઈટરની ટીમ કાર્યરત છે.. મહત્વનું છે ડૂબી ગયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે..