Gujaratની રાજનીતિમાં ફરી જોવા મળ્યો કવિતા ટ્રેન્ડ! ફરી એક વખત પરેશ ધાનાણીએ પોસ્ટ કરી કવિતા... જાણો શું લખ્યું કવિતામાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 11:44:30

રાજનેતાઓનો અંતરાત્મા ભલે કોઈ વખત જાગતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નેતામાં રહેલો કવિ અવાર-નવાર જાગી રહ્યો છે..! આજ કાલ કવિતા લખી કટાક્ષ કરવો જાણે ટ્રેન્ડ થઈ રહ્યો છે. નેતાઓ કટાક્ષમાં કવિતાઓ લખી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરેશ ધાનાણી અનેક વખત કવિતાઓ ટ્વિટ કરતા હોય છે ત્યારે ફરી એક વખત પરેશ ધાનાણીએ કવિતાને ટ્વિટ કરી છે અને આડકતરી રીતે પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હોય તેવું લાગે છે... 

પરેશ ધાનાણીએ ફરી ટ્વિટ કરી કવિતા... 

લોકસભા ચૂંટણીનો માહોલ સતત ગરમાઈ રહ્યો છે. ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે 26 લોકસભા  બેઠકો પર ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં વિવાદ છેડાઈ ગયો છે. કાર્યકર્તાઓ ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. આ તરફ પરષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ ઉઠી છે અને રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કટાક્ષ કરતા એક ટ્વિટ કરી છે. 


સોશિયલ મીડિયા પર પરેશ ધાનાણીએ કવિતા ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે


""અહંકાર, હમેંશા હારે છે.""


રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકો ને

કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક

"માતૃ શક્તિ" ને વંદન..,


દેશની દિકરીઓના દામનને દાગ લગાડનારા

વિરુદ્ધ "જૌહર" ની જરૂર નહી પડે..,


"જવતલીયા" હજુ તો જીવે છે..! 


આની પહેલા પણ કમલમમાં ચાલતા કકળાટ પર કર્યો હતો કટાક્ષ!

આ ટ્વિટ નીચે તેમણે એક ફોટો મૂક્યો છે જેમાં સી.આર.પાટીલ છે. મહત્વનું છે કે જે કવિતા તેમણે ટ્વિટ કરી છે તેને પરષોત્તમ રૂપાલા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.! આડકતરી રીતે તેમણે તેમના પર નિશાન સાધ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ અનેક વખત પરેશ ધાનાણીએ કવિતા કરી પરિસ્થિતિ પર કટાક્ષ કર્યો છે. 31 માર્ચે પણ તેમણે એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે કમલમે થઈ રહ્યો છે કકળાટ... મહત્વનું છે ગુજરાતની રાજનીતિમાં હવે કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ, ભાજપ તેમજ આપના નેતાઓ કવિતા કરી કટાક્ષ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે...        



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?