ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે કવિ હર્ષદ ત્રિવેદી ચૂંટાયા, કેવી રહી છે તેમની સાહિત્ય સફર? જાણો


  • Published By :
  • Published Date : 2023-11-06 21:51:44

ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે હર્ષદભાઇ ત્રિવેદી વિજેતા થયા છે. મહાત્મા ગાંધીજી જે સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે એ સાહિત્ય પરિષદની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. હર્ષદભાઇ સાહિત્ય પરિષદના પ્રમુખપદે ત્રણ વર્ષ સુધી રહેશે. સાહિત્ય પરિષદના પ્રમુખપદે આ પહેલા સિતાંશુ યશશ્ચંદ્ર અને પ્રકાશ ન શાહ પણ તેમની સેવા આપી ચુક્યા છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની આ ચૂંટણી દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે.


હર્ષદભાઈની જન્મ અને અભ્યાસ


હર્ષદ ત્રિવેદી એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ 1995 થી 2015 દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર, શબ્દશૃષ્ટિના સંપાદક હતા. ત્રિવેદીએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે. હર્ષદભાઇએ પ્રાસન્નેયનાં ઉપનામથી ગુજરાતી કવિતનાં આધુનિક સમયનાં કાવ્યો લખ્યાં છે. તેમણે પંડિતયુગનાં સાહિત્યકાર બળંવતરાય ઠાકોર વિશે પણ સંસોધનગ્રંથો આપ્યા છે. હર્ષદ ત્રિવેદીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાલી ગામમાં, અમૃતલાલ અને શશિકલાને ત્યાં થયો હતો. તેમના પિતા કવિ હતા. ત્રિવેદીએ શાળાકીય શિક્ષણ સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ. હાઇસ્કૂલમાંથી પૂરું કર્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્ય વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી હતી. 1991માં ત્રિવેદીએ ગુજરાતી લેખિકા બિંદુ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા.


હર્ષદ ત્રિવેદીનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન 


તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ એક ખાલી નાવ, 1984માં પ્રકાશિત થયો હતો. રહી છે વાત અધૂરી (2002), તારો અવાજ (2003) અને તરવેણી (2014) તેમના અન્ય પ્રકાશિત કાવ્યસંગ્રહો છે. તેમની કવિતાઓની તકનીકી નિપુણતા તથા ભાષાકીય અને વિષયગત સમૃધ્ધિને વિવેચકોએ વખાણી છે. ત્રિવેદી તેમની કવિતાઓમાં ગ્રામીણ જીવન તેમજ શહેરી જીવન વિશે લખે છે. ટૂંકી વાર્તાઓનું તેમનું પ્રથમ પુસ્તક જાળીયું (1994) હતું. બાળપણની મીઠી યાદો, નપુંસક પતિની પીડા, ઓફિસ જીવનની રોજની કંટાળાજનક દિનચર્યા, સ્ત્રીનું તેના પતિ સિવાય અન્ય કોઈ પ્રત્યેનું આકર્ષણ અને લેસ્બિયન સંબંધ એ જાળીયુંનું વિષય વૈવિધ્ય દર્શાવે છે. પાણી કલર (1990) તેમનો બાળસંગ્રહ છે, જ્યારે શબ્દાનુભાવ એ આલોચનાત્મક લેખોનો સંગ્રહ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?