પ્રધાનમંત્રીનો વધુ એક ગુજરાત પ્રવાસ, કેજરીવાલ ઈફેક્ટ ગાયબ થવાની સંભાવના!
ચૂંટણી પહેલા પીએમ એક પછી એક નવનિર્મીત કામોના લોકાર્પણ માટે હવે આવતા રહેશે, અને બને એટલા સરકારી કાર્યક્રમો થકી પોતાના મુદ્દા જનતા સુધી પહોંચાડતા રહેશે, નરેન્દ્રભાઈ 27મી ઓગષ્ટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે છે, 28મીએ કચ્છ જવાના છે, ત્યાં પણ સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે, અમદાવાદમાં મુલાકાત પહેલા સાબરમતી રિવરફ્રંટ પર બનેલા અટલ ફુટઓવર બ્રિજનો વિડીયો પીએમ મોદીએ શેર કર્યો હતો
અમદાવાદ કોર્પોરેશને મુકેલા વિડીયોમાં પણ આ બ્રિજની સુંદરતા ઉડીને આંખે વળે એવી છે
આ સિવાય પ્રધાનમંત્રી સાંજે ખાદી મહોત્સવમાં પણ હાજર રહેવાના છે જ્યાં 7500 જેટલી મહિલાઓ હાજર રહીને એટલા જ હજારો ચરખા પર ખાદી કાંતવાની છે, ખાદીની વૈવિધ્યતા પણ લોકો સુધી પહોંચાડવાની છે
જો કે આ તો થઈ એમના કાર્યક્રમની વાત, પણ એનાથી ગુજરાતમાં મોદીમય માહોલ બને અને એમના ભાષણમાં કોઈક એવી વાત આવે તો રાજકીય ગરમી આવવાની છે, પણ આ બધું તો ચાલતું રહેશે, તમારે જો જોવું હોય કે આ બ્રિજ કેવો લાગે છે, કેવી રીતે ફરવા જવાય, અંદરથી કેવો છે તો જુઓ જમાવટ કરાવી દે એવો આ વિડીયો