ગુજરાતમાં ચૂંટણી પહેલા માહોલ ગરમાયો, પીએમ આવતીકાલથી બે દિવસના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 11:22:27


સી.આર.પાટીલ થોડા દિવસ પહેલા જ કહી ચુક્યા છે કે રાજ્યમાં 60 દિવસમાં તો આચારસંહિતા લાગી જશે, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓ સાથે મેદાને છે, સૌથી વધારે તો આમ આદમી પાર્ટી આક્રમકતા સાથે મેદાનમાં ઉતરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ સરકારી યોજનાઓ અને ઈમારતોના લોકાર્પણના નેજા હેઠળ પ્રધાનમંત્રી મોદીને મેદાને ઉતારી રહી છે

લોકાર્પણ સરકારી, પણ વાત તો થશે રાજનીતિની જ!


પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, 27મીએ અમદાવાદના રિવરફ્રંટ પર ખાદી મહોત્સવની સાથે સાબરમતી નદી પર બનેલા ફુટ ઓવર બ્રિજનું પણ લોકાર્પણ કરશે, આ ફુટ ઓવર બ્રિજ ક્યારનોય તૈયાર થઈને ઉભો છે પણ પીએમનો સમય મળે અને ઉદઘાટન પછી સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાય એની રાહ જોવાતી હતી, પીએમ 27મીએ અધિકારીક રીતે અટલ બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકશે, જો કે એના પહેલા જ શહેઝાદ ખાન પઠાણ કૉંગ્રેસના અમદાવાદ કૉર્પોરેશનના વિપક્ષના નેતા રાજકીય વિરોધમાં બ્રિજનું લોકાર્પણ કરી ચુક્યા છે.


30 રૂપિયામાં આ બ્રિજ પર ફરવા જવાશે!

સાબરમતી નદીના બે કાંઠાને જોડતા આ બ્રિજ પર ફરવા જવા માટે તમારે વ્યક્તિ દિઠ 30 રૂપિયા આપવાના થઈ શકે છે, તમે એના પર સાઈકલ પણ લઈને જઈ શકો એવી વ્યવસ્થા પણ કૉર્પોરેશન કરી રહ્યુ હોવાની વાત થઈ રહી છે, રીવરફ્રંટ પર સૌથી મોટો પ્રશ્ન પાર્કીંગનો થાય છે તો એના માટે પણ કૉર્પોરેશને વ્યવસ્થા કરીને બંને બાજુ મલ્ટીલેવલ પાર્કીંગ બનાવ્યા છે


ચૂંટણી પહેલા પીએમ કચ્છીમાંડુઓને રીઝવશે

કચ્છ સાથે નરેન્દ્ર મોદીનું કનેક્શન એકદમ મજબૂત રહ્યુ છે, વર્ષ 2001ના ભૂકંપની આપત્તી પણ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ સાથે કનેક્શન વાળી છે, પણ દરેક આપત્તીની જેમ જ કચ્છના ભૂકંપને પણ પીએમ અવસરમાં પલટાવી શક્યા હતા, અને હવે મૃતકોની યાદમાં, કચ્છની ખુમારીને બિરદાવતા સ્મૃતિવનનું લોકાર્પણ પણ પીએમ મોદી કરવાના છે. અંજારમાં વીર-બાળક સ્મારકનું લોકાર્પણ થવાનું છે જ્યાં ભૂકંપમાં માર્યા ગયેલા બાળકોની યાદો ઉભી કરાઈ છે, તો જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા વર્ણવી છે.


ગરમ થઈ જશે ગુજરાતનો માહોલ

આ લોકાર્પણો સામાન્ય લોકો સાથે સંકળાયેલા છે, પીએમ ગુજરાત આવે ત્યારે માહોલ પણ અલગ જ ઉભો થતો હોય છે ત્યારે ગુજરાતના પોલિટીક્સમાં ગરમી આવી જવાની છે એ વાત નક્કી છે.






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?