Pakistanની સાન ઠેકાણે આવી, PM શાહબાઝે કહ્યું- ભારત સાથે ચર્ચા કરવા તૈયાર, 3 યુદ્ધે માત્ર ગરીબી જ આપી


  • Published By :
  • Published Date : 2023-08-01 21:03:58

આર્થિક સંકટ (Economic Crisis)નો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ (Shehbaz Sharif)એ પોતાના વલણમાં મોટું પરિવર્તન કર્યું છે. તેણે હવે ભારત સાથે વાતચીત માટે હાથ લંબાવ્યો છે. શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ દેશના વિકાસને આગળ વધારવાના પ્રયાસોના ભાગરૂપે ભારત સાથે વાતચીત કરવા માંગે છે. તેમણે કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તે પાડોશી દેશ ભારત સાથે વાત કરવા તૈયાર છે. શરીફે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ત્રણ મોટા યુદ્ધો લડ્યા, માત્ર ગરીબી, બેરોજગારી અને સંસાધનોનો અભાવ જ જોયો છે. યુદ્ધથી કોઈનું ભલું થવાનું નથી.


ત્રણ યુદ્ધ લડ્યા, ગરીબી મળી 


શાહબાઝ શરીફે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પાકિસ્તાન કોઈની વિરૂદ્ધ કંઈ પણ આશ્રય આપતું નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર, શરીફ બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનો અંત લાવવા અને મૂલ્યવાન સંબંધોને પ્રાથમિકતા આપવા માંગે છે. પાક PMએ કહ્યું કે 1947થી અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા છીએ, આના પરિણામે દેશમાં માત્ર ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા અને નબળી આરોગ્ય વ્યવસ્થાનો ભોગ બન્યો છે.


વિવાદોને ખતમ કરવા અપીલ


વડાપ્રધાન શાહબાઝ શરીફે પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે. તે કોઈના પર હુમલો કરવા માટે નથી પરંતુ પોતાના રક્ષણ માટે છે. તેમણે કહ્યું કે ભગવાન ક્યારેય એવી સ્થિતિ ન સર્જે કે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તે. જો આવું થયું હોત, તો તે સમય દરમિયાન શું થયું હતું તે કહેવા માટે કોઈ જીવતું ન હોત. યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે આપણે વિવાદોને ખતમ કરીને આગળ વધવું જોઈએ.


ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર 


વડાપ્રધાન શાહબાઝ શરીફ મંગળવારે ખનિજ સમિટના ઉદ્ઘાટન સમયે બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અમારા પાડોશી દેશ (ભારત) સાથે પણ કોઈપણ સાથે વાતચીત કરવા તૈયાર છીએ. પરંતુ શરત એ છે કે પડોશી દેશ ટેબલ પર ગંભીર મુદ્દાઓ પર જ વાત કરે, પાયાવિહોણા આક્ષેપો ન કરે, કારણ કે હવે યુદ્ધએ કોઈ વિકલ્પ નથી.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..