આજે રાજકોટમાં વડાપ્રધાનએ એરપોર્ટથી કેસરી કલરની કારમાં સવાર થઈ રોડ-શોનો પ્રારંભ કર્યો હતો. તેમણે અનેક લોકોના અભિવાદન પણ ઝીલ્યા 1.5 કિમી રોડની બન્ને બાજુ લોકો જ લોકો નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા હતા.
આ માટે રાજકોટમાં અઠવાડિયાથી તૈયારીયો થઈ રહી હતી રાજકોટ એરપોર્ટ પર મોદીને આવકારવા યુવાનો રંગબેરંગી છત્રીઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગયા હતા. રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નરેન્દ્ર મોદીને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
રોડ શો આસપાસ 60 સ્ટેજ બનાવ્યા !!!!
રોડ શોના રૂટ પર કુલ 60 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે જેના પરથી ભાજપના અલગ અલગ મોરચા તેમજ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ગુજરાતના પ્રખ્યાત ગરબા, તલવાર રાસ, ટ્રેડિશનલ ડ્રેસ સાથે છત્રિ ડાન્સ અને નાસિક ઢોલ સહિત વિવિધ અલગ અલગ રંગો પ્રધાનમંત્રીને આવકારતા નજરે પડશે.