બ્રિટનની અર્થવ્યવસ્થા મંદીમાં છે, મોંઘવારી આસમાને છે અને રાજકીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે. સ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં દેશના નવા વડાપ્રધાન ઋષિ સુનકની સામે મોટા પડકારો છે. આમ છતાં પીએમ સુનકની અનોખી સ્ટાઈલ જોવા મળી રહી છે. હા, સુનક લંડન ટ્યુબ સ્ટેશન પર મુસાફરોને Poppies (એક પ્રકારનું ફૂલ) વેચતા જોવા મળ્યા હતા. પોતાના ટોચના નેતાને આવું કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
Good to see the Prime Minister @RishiSunak selling poppies for @PoppyLegion at Westminster tube station on my way into work this morning. pic.twitter.com/hImCwXPRIr
— Rt Hon Andrew Stephenson MP (@Andrew4Pendle) November 3, 2022
સુનકે પોપી ડે માટે ફંડ એકઠું કર્યું
Good to see the Prime Minister @RishiSunak selling poppies for @PoppyLegion at Westminster tube station on my way into work this morning. pic.twitter.com/hImCwXPRIr
— Rt Hon Andrew Stephenson MP (@Andrew4Pendle) November 3, 2022આ Poppies કાગળમાંથી બનાવવામાં આવ્યા હતા અને સુનકે ફંડ ઊભુ કરવા માટે તેમણે 5 પાઉન્ડમાં એક ફૂલ વેચ્યું હતું. આ ફંડ રોયલ બ્રિટિશ લીજનના વાર્ષિક લંડન પોપી ડે માટે એકત્ર કરવામાં આવ્યું હતું. યુકેના પીએમ બ્રિટિશ આર્મી, નેવી અને એરફોર્સના સ્વયંસેવકોનો ભાગ બન્યા જે ઘરે ઘરે જઈને લોકો પાસે દાન માંગી રહ્યા છે.
લોકોએ પીએમ સાથે પણ વાતચીત કરી હતી
પીએમ સુનકની આવા જાહેર સ્થળે હાજરીને કારણે સામાન્ય લોકોને તેમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. ઘણા લોકોએ તેમના વડાપ્રધાન સાથે સેલ્ફી લીધી અને તેમની સાથે થોડી ચર્ચા કરી. આ પછી કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને પોતાનો અનુભવ જણાવ્યો. લોકોએ ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન સાથે વાતચીત કરવાના અનુભવને અદ્ભુત ગણાવ્યો હતો.