PMએ તમિલનાડુનામાં ધનુષકોડી સ્થિત કોઠંડારામાસ્વામી મંદિરમાં કરી પૂજા, જાણો તેમના પ્રવાસનો વિગતવાર અહેવાલ


  • Published By :
  • Published Date : 2024-01-21 16:16:26

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ PM મોદી દેશના રામાયણ કાળ સાથે જોડાયેલા વિવિધ મંદિરોમાં જઈને દર્શન કરી રહ્યા છે. તેઓ તેમના બે દિવસના દક્ષિણ ભારતના પ્રવાસના ભાગરૂપે તમિલનાડુની મુલાકાતે પહોંચ્યા છે. PM મોદીએ ધનુષકોડીમાં શ્રી કોઠંડારામા સ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરી છે. તે ઉપરાંત PM મોદી આજે રવિવારે તમિલનાડુંના અરિચલ મુનાઈ પણ પહોંચ્યા અને સમુદ્ર તટ પર પુષ્પો અર્પિત કર્યા હતા.એવું કહેવાય છે કે અહીં જ રામ સેતુનું નિર્માણ થયું હતું. પીએમએ ત્યાં પ્રાણાયામ પણ કર્યા હતા. તેમણે સમુદ્રનું જળ હાથોમાં લઈને પ્રાર્થના કરી અને અર્ધ્ય આપ્યું હતું. પીએમ મોદીએ રાત્રી પ્રવાસ રામેશ્વરમાં કર્યો હતો અને ત્યાર બાદ તે અરિચલ મુનાઈ ગયા હતા. દરમિયાન તેમણે રામેશ્વરમમાં અંગી તીર્થ સમુદ્ર કિનારે પવિત્ર ડૂબકી લગાવી હતી. ત્યારબાદ તેમણે ભગવાન રામનાથસ્વામીના મંદિરમાં પૂજા કરી હતી. જેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. 


પૂજારીઓએ પીએમનું કર્યું સ્વાગત

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુની મુલાકાત દરમિયાન એંગી તીર્થ બીચ પર સ્નાન કર્યું હતું. આ પછી તેમણે ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન પીએમ મોદી હાથમાં રુદ્રાક્ષની માળા પહેરેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીને પૂજારીઓ તરફથી પરંપરાગત ભેટ આપવામાં આવી હતી. તેમણે તમિલનાડુના પ્રાચીન શિવ મંદિર રામનાથસ્વામીમાં આયોજિત ભજનમાં પણ ભાગ લીધો હતો.


રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લેનારા પહેલા PM


તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ દ્વીપમાં સ્થિત શિવ મંદિર પણ રામાયણ સાથે સંબંધિત છે, કારણ કે અહીંના શિવલિંગની સ્થાપના શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી. ભગવાન રામ અને દેવી સીતાએ અહીં પૂજા કરી હતી. તિરુચિરાપલ્લી જિલ્લાના રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી એરફોર્સના હેલિકોપ્ટરમાં રામનાથપુરમ પહોંચ્યા હતા. અહીં ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી તમિલનાડુના રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન છે.   પૂજા દરમિયાન પીએમ મોદીએ પરંપરાગત પોશાક ધોતી અને અંગવસ્ત્રમ પહેરીને ભગવાન વિષ્ણુના મંદિરમાં પૂજા કરી હતી. PM એ વૈષ્ણવ સંત-ગુરુ શ્રી રામાનુજાચાર્ય અને શ્રી ચક્રથાઝ્વરને સમર્પિત વિવિધ પૂજા સ્થાનો પર પ્રાર્થના કરી. અહીં તેણે અંદલ નામના હાથીને ગોળ ખવડાવ્યો અને તેના આશીર્વાદ લીધા.


રંગનાથસ્વામી મંદિરમાં પીએમએ હાથીને ગોળ ખવડાવ્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે તમિલનાડુના પ્રવાસે હતા. અહીં તેમણે બે મંદિરોમાં પૂજા કરી હતી. PM એ સૌપ્રથમ શ્રીરંગમ, તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેણે અંડલ નામના હાથીને ગોળ ખવડાવ્યો અને આશીર્વાદ લીધા હતા. બપોરે તેમણે રામેશ્વરમમાં રોડ શો કર્યો હતો. આ પછી પીએમએ રામેશ્વરમના અગ્નિ તીર્થમમાં સ્નાન કર્યું અને પછી ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી. અહીં તેમણે રામાયણ પાઠ અને ભજન સાંજમાં ભાગ લીધો હતો. શ્રી રંગનાથસ્વામી અને રામેશ્વરમ મંદિરો પણ ભગવાન રામના જીવન સાથે જોડાયેલા છે.

    

તમિલનાડુમાં, મંદિરના પ્રમુખ દેવતા રંગનાથ તરીકે ઓળખાય છે. રંગનાથસ્વામી મંદિર વતી પીએમ મોદીને અંગવસ્ત્રમ અને કપડાં અર્પણ કરવામાં આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે કપડાંને અયોધ્યાના શ્રી રામ મંદિરમાં લઈ જવામાં આવશે જ્યાં સોમવારે ભવ્ય મંદિરનો અભિષેક થવાનો છે. શ્રીરંગમ મંદિર તમિલનાડુનું એક પ્રાચીન વૈષ્ણવ મંદિર છે અને તે સંગમ યુગનું છે. વિવિધ રાજવંશોએ આ મંદિરનું નિર્માણ અને વિસ્તરણ કર્યું હતું. આ મંદિરના નિર્માણમાં ચોલ, પાંડ્ય, હોયસલ અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ યોગદાન આપ્યું છે.


મોદીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે શ્રી રામના ઉપાસક રંગનાથસ્વામી પાસે આશીર્વાદ માંગ્યા છે. મંદિરમાં પ્રધાનમંત્રીએ રામાયણના પ્રાચીન સંસ્કરણોમાંના એક 'કમ્બ' રામાયણના શ્લોકો સાંભળ્યા હતા. 'કમ્બ' રામાયણની રચના 12મી સદીમાં મહાન તમિલ કવિ કમ્બર દ્વારા કરવામાં આવી હતી. વડા પ્રધાને જે મંદિરની મુલાકાત લીધી હતી તેનો 'કમ્બ' રામાયણ સાથે ઊંડો સંબંધ છે. ઉલ્લેખનીય છે કે pm અયોધ્યામાં પ્રતિષ્ઠા પહેલા દેશના અનેક મંદિરોની મુલાકાત લઇ રહ્યા છે.


કેરળના બે મંદિરોમાં કરી હતી પૂજા 


વડાપ્રધાન મોદીએ કેરળના ગુરુવાયુર અને ત્રિપયાર મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી. ગુરુવાયુર મંદિર અને ત્રિપયાર શ્રીરામ મંદિરમાં પ્રાર્થના દરમિયાન વડાપ્રધાન પરંપરાગત પોશાક મુંડુ (ધોતી) અને વેષ્ટી (સફેદ શાલ) માં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ કેરળના ત્રિપયાર શ્રી રામ મંદિર પહોંચ્યા બાદ જળ ચડાવ્યું હતું.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...