PM નરેન્દ્ર મોદીએ મોરબી હોસ્પિટલની મુલાકાત લીધી, ઈજાગ્રસ્તોને મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 18:57:15

રવિવાર સાંજની લગભગ સાડા છ વાગ્યાની આ ઘટના છે. મોરબીનો ઝુલતો પુલ તૂટતા અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. પુલ તૂટતા 100થી વધુ લોકો મચ્છુ નદીમાં પડીને ડૂબી ગયા હતા જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. આજે પ્રધાનમંત્રી મોદીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે...

પ્રધાનમંત્રી સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા 

રવિવારની દુર્ઘટના બાદ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંગળવારના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા અને આજે મંગળવારે પ્રધાનમંત્રી મોરબી પહોંચ્યા હતા. બપોરે મોરબી પહોંચ્યા બાદ સૌથી પહેલા તેઓએ એ સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં આ કારમી દુર્ઘટના થઈ હતી જેમાં 130થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. પ્રધાનમંત્રીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે ઘટનાસ્થળે માહિતી આપી હતી કે કેવી રીતે આ દુર્ઘટના થઈ હતી. 

સારવારમાં કોઈ કચાશ ના રહેવી જોઈએઃ મોદી

ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલમાં પાંચ લોકો સારવાર લઈ રહ્યા છે. આ એ લોકો છે જે મોતના મોઢામાંથી પાછા આવ્યા છે. હાલ તેઓની હાલત સામાન્ય છે અને તમામ સારવાર લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમની સાથે વાતો કરી તેમના હાલચાલ પૂછ્યા અને મોરબી પોલીસ વડાની ઓફિસે હાઈ લેવલની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.