વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં G7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. ગયા વર્ષે રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "યુક્રેન યુદ્ધ વિશ્વમાં એક મોટો મુદ્દો છે. હું તેને માત્ર અર્થતંત્ર અને રાજકારણનો મુદ્દો નથી માનતો, મારા માટે તે માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુધ્ધના સમાધાન માટે જે કાંઈ પણ થઈ શકે તે બધું જ કરીશું" પ્રધાનમંત્રી મોદીના કાર્યાલયએ ટ્વીટ કર્યું, પ્રધાનમંત્રી મોદીએ હિરોશિમામાં જી-7 શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ જેલેંન્સ્કી સાથે ચર્ચા કરી.
#WATCH जापान: प्रधानमंत्री नरेंद्र मोदी ने हिरोशिमा में G-7 शिखर सम्मेलन के दौरान यूक्रेन के राष्ट्रपति वलोडिमिर ज़ेलेंस्की के साथ वार्ता की।
इस दौरान प्रधानमंत्री मोदी ने कहा, "यूक्रेन में चल रहा युद्ध पूरे विश्व के लिए बहुत बड़ा मुद्दा है। पूरे विश्व पर इसके अनेक प्रकार के… pic.twitter.com/TNkVGHGxEl
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023
ઝેલેન્સ્કીએ કરી હતી હસ્તક્ષેપની માગ
#WATCH जापान: प्रधानमंत्री नरेंद्र मोदी ने हिरोशिमा में G-7 शिखर सम्मेलन के दौरान यूक्रेन के राष्ट्रपति वलोडिमिर ज़ेलेंस्की के साथ वार्ता की।
इस दौरान प्रधानमंत्री मोदी ने कहा, "यूक्रेन में चल रहा युद्ध पूरे विश्व के लिए बहुत बड़ा मुद्दा है। पूरे विश्व पर इसके अनेक प्रकार के… pic.twitter.com/TNkVGHGxEl
અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે એપ્રીલ મહિનામાં રશિયાએ ખાસ સૈન્ય અભિયાન હેઠળ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. યુક્રેન પર રશિયાના હુમલા બાદથી પીએમ મોદી અને યુક્રેની રાષ્ટ્રપતિા પહેલી મુલાકાત છે. રશિયા સાથે યુધ્ધની શરૂઆત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અનેક વખત પ્રધાન મંત્રી મોદીને ફોન પર યુધ્ધ રોકવા માટે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી હવે જાપાન બાદ પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયા પણ જશે. જાપાનના આમંત્રણ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ પણ G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.