રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી આજે કચ્છની પહોંચ્યા છે. ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં અનેક લોકો ઉમટી પડ્યા હતા. પીએમ મોદીએ કચ્છના ભુજિયા ડુંગરમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 400 કરોડ રૂપિયાના ખર્ચે 470 એકરમાં તૈયાર કરાયેલું ભૂકંપ સ્મૃતિવન પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. આ વિશાળ મ્યૂઝિયમની રસપ્રદ વિગત અહીં રજૂ કરવામાં આવી છે.
કેવું છે ભૂકંપ સ્મૃતિવન?
કચ્છના ભુજિયા ડુંગરમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે 470 એકરમાં નિર્માણ થયેલું સ્મૃતિવન દેશનું સૌ પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક છે. આ મ્યૂઝિયમની દિવાલો અને ફ્લોઅરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.10 વર્ષની મહેનતના અંતે આ વિશ્વકક્ષાનું મ્યૂઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.
લોકોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે માટે આ ભુકંપ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. મ્યૂઝિયમમાં કુલ 7 બ્લોક છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં રજૂ કરવામાં આવી છે. મ્યૂઝિયમાં 2001માં કચ્છના આવેલા વિનાશકારી ભૂકંપની અનુભૂતિ કરાવવવા માટે એક થિયેટરનું તૈયાર કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે, અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે.
આ મ્યૂઝિયમમાં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી ગુજરાતની કળા અને સંસ્કૃતિ , વાવાઝોડાનું વિજ્ઞાન , રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના કચ્છનો વિકાસ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.અહીં 50 ઓડિયો વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે..પુનઃસ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ધરતીકંપમો ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે.. વર્ષ 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે. એની સાથે અહીં અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેશે.Prime Minister Narendra Modi along with CM Bhupendra Patel at the 'Smritivan'- 2001 earthquake memorial and museum, in Gujarat's Bhuj pic.twitter.com/OavMZy2OJl
— ANI (@ANI) August 28, 2022