'શ્રી રામ ઘરે આવ્યા...' Geeta Rabariનું આ ભજન સાંભળી ભાવવિભોર થયા PM Modi,X પર કર્યું શેર


  • Published By :
  • Published Date : 2024-01-07 18:20:21

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે, આ શાનદાર સમારોહમાં પીએમ મોદી સહિતની અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના તમામ ગીતકારો નવા-નવા ભજનો તૈયાર કરી રહ્યા છે. આ કાર્યક્રમને લઈ ગુજરાતના કચ્છની પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારીએ પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ ભજન રિલીઝ કર્યું છે. આ ભજન એટલું મધુર છે, કે પીએમ મોદીને પણ ખૂબ જ પસંદ આવ્યું છે. જેથી તેમણે આ ભજન સોશિયલ મીડિયા પર તે શેર કર્યું હતું. 

PM મોદીએ કરી પ્રશંસા


ભજનીક ગીતાબેન રબારીના આ ભજનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર એકાઉન્ટ પર શેર કર્યું છે, તેમણે લખ્યું કે 'અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનનો ઈન્તઝાર ખતમ થવાનો છે, દેશભરના મારા પરિવારજનો તેમની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતા રાહ જોઈ રહ્યા છે, તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીજીનું આ ભજન ભાવવિભોર કરનારૂં છે.' 

 

ગીતાબેન રબારીએ PM મોદીનો આભાર માન્યો


PM મોદીએ આ ભજન શેર કર્યું ત્યાર બાદ ગીતાબેન રબારીએ આ અંગે અપાર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે 10 દિવસ પહેલા તેણે આ ગીત 'રામ ઘર આયે' રિલીઝ કર્યું હતું અને હવે ભારતના વડાપ્રધાન મોદીએ તેને શેર કર્યું છે, તેના માટે મોદીજીનો ખૂબ ખૂબ આભાર અને તમારા આશીર્વાદ આપે તેવી વિનંતી. ગીતાબેને કહ્યું કે મને ગર્વ છે કે મારું ગીત પીએમ મોદીના માધ્યમથી સમગ્ર ભારત અને સનાતનીઓ સુધી પહોંચી રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?