PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તારીખ 26 મે 2014ના રોજ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારથી તેમણે એક પણ દિવસની રજા નથી લીધી. પીએમ તરીકે તેમના 9 વર્ષથી વધુના કાર્યકાળ દરમિયાન તેઓ સતત કામ કરી રહ્યા છે. એક RTI અરજી દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ આ વાત કહીં છે.
RTIમાં શું સવાલો પુછ્યાં?
પ્રધાનમંત્રી મોદીની રજાઓ અંગે જાણકારી માગતી અરજી તા. 31 જુલાઈ 2023ના રોજ RTI કાર્યકર્તા પી શારદા દ્વારા કરવામાં આવી હતી. જેમાં તેમણે બે સવાલ પુછ્યા હતા. પહેલો સવાલ એ હતો કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત PMOમાં કેટલા દિવસ ઉપસ્થિત રહ્યા હતા. બીજો સવાલ એ હતો કે દેશના પ્રધાન મંત્રી બન્યા બાદ અત્યાર સુધી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં કેટલા દિવસ ઉપસ્થિત રહ્યા હતા? આ RTIના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યલય દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી હંમેશા ડ્યુટી પર જ રહે છે. પ્રધાનમંત્રીનું પદગ્રહણ કર્યું ત્યાર બાદથી તેમણે એક પણ રજા લીધી નથી. બીજા સવાલના જવાબમાં PMO દ્વારા લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમોની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ પર આપેલી છે.
PMOનો આ જવાબ આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને આપ્યો છે. તેમણે આ માહિતી પર હેશટેગ લખ્યું - 'My PM-My Pride (મારા વડાપ્રધાન-મારું ગૌરવ).'
#MyPmMyPride pic.twitter.com/EPpkMCnLke
— Himanta Biswa Sarma (@himantabiswa) September 4, 2023
રજા માટેના નિયમો શું છે?
#MyPmMyPride pic.twitter.com/EPpkMCnLke
— Himanta Biswa Sarma (@himantabiswa) September 4, 2023અગાઉ 2016માં પણ RTI દ્વારા PMOને આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે પણ જવાબ મળ્યો કે PM આખો સમય ફરજ પર હોય છે. ત્યારે આ સવાલની સાથે વડાપ્રધાનની રજાના નિયમો વિશે પણ માહિતી માંગવામાં આવી હતી. RTIમાં પૂછવામાં આવ્યું હતું કે શું PM માટે પણ અમલદારોની જેમ રજાના નિયમો છે? તેના જવાબમાં PMOએ કહ્યું હતું કે PM માટે રજાઓનો કોઈ નિયમ નથી. અને એમ કહી શકાય કે ભારતના વડાપ્રધાન હંમેશા ફરજ પર હોય છે.
તે સમયે RTI દ્વારા ઘણા પૂર્વ વડાપ્રધાનોની રજા સંબંધિત રેકોર્ડ પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે PMOએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન રહી ચૂકેલા નેતાઓની રજાઓનો સંપૂર્ણ રેકોર્ડ તેની પાસે નથી.