કર્ણાટકના બિદરમાં ગર્જ્યા PM મોદી, 'કોંગ્રેસે મને અત્યાર સુધી 91 વખત અલગ-અલગ ગાળો આપી'


  • Published By :
  • Published Date : 2023-04-29 13:24:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે છે. કર્ણાટકના બિદરમાં પીએમ મોદીની પ્રથમ જાહેર સભા યોજાઈ હતી. કર્ણાટકના બિદરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ છે કે જેઓ દેશ માટે કામ કરે છે તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. કોંગ્રેસે મને પણ ગાળો આપી છે, જો કે તેની આ બધી ગાળો ધુળમાં મળી જશે. કોંગ્રેસે પોતાના કાર્યકરોનું મનોબળ વધારવા માટે આટલી મહેનત કરી હોત તો કોંગ્રેસની હાલત સુધરી ગઈ હોત.


કોંગ્રેસે મને 91 ગાળો આપી


પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ દરેક વ્યક્તિને નફરત કરે છે જે સામાન્ય માણસની વાત કરે છે, તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે, જેઓ તેમના સ્વાર્થી રાજકારણ પર હુમલો કરે છે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી મને ગાળો આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના લોકોએ મને 91 વખત અલગ-અલગ રીતે ગાળો આપી છે. આ અપશબ્દોના આપવામાં સમય બગાડવાને બદલે જો કોંગ્રેસે સુશાસન માટે આટલી મહેનત કરી હોત તો તેમની હાલત આટલી દયનીય ન હોત. કોંગ્રેસના લોકો સાંભળો, તમે જ્યારે પણ ગાળો આપી છે ત્યારે જનતાએ તમને એવી સજા આપી છે કે તમે ઊભા ન રહી શકો. આ વખતે પણ કર્ણાટકની જનતા ગેરરીતિનો જવાબ મતદાન દ્વારા આપશે.


કર્ણાટકમાં PMનો આ 9મો પ્રવાસ


PM મોદીનો આ વર્ષે ફેબ્રુઆરી પછી કર્ણાટકનો આ નવમો પ્રવાસ છે. મોદીએ કર્ણાટકના બિદર જિલ્લાના હુમનાબાદમાં જનસભાને સંબોધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકમાં 10 મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?