PM મોદીએ અચાનક જ લીધી નવા સંસદ ભવનની મુલાકાત, એક કલાકથી વધુ સમય સુધી કર્યું નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-30 21:19:24

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (30 માર્ચે) આશ્ચર્યજનક રીતે નવા સંસદ ભવનનું  નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે નવી ઇમારતમાં એક કલાકથી વધુ સમય પસાર કર્યો અને સંસદના બંને ગૃહોમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ સાથે પીએમ મોદીએ વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું.પીએમ મોદીએ નવા સંસદ ભવનના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ નવા સંસદ ભવનમાં હાજર રહ્યા હતા.  


સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ થઈ રહ્યું છે નિર્માણ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ દેશોના રાજદૂતોએ હાજરી આપી હતી. નવા સંસદ ભવનનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે. નવા બિલ્ડિંગમાં લોકસભા ચેમ્બરમાં 888 સીટો અને રાજ્યસભા ચેમ્બરમાં 384 સીટો હશે. વર્તમાન સંસદ ભવનની જેમ તેમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. સંયુક્ત સત્રમાં લોકસભા ભવન 1,272 સભ્યોને સમાવી શકવા માટે સક્ષમ હશે. બાકીની ઇમારતમાં મંત્રીઓના કાર્યાલય અને કમિટી રૂમ સાથે 4 માળ હશે.


કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં અન્ય પ્રોજેક્ટ્સની સાથે નવી સંસદ ભવનનું નિર્માણ પણ સામેલ છે. નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર હશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..