ભારતીય જનતા પાર્ટીએ હાલમાં એક જાહેરાત કરી છે કે ,આ રમજાન ઈદ પર સોગાત-એ-મોદી નામના અભિયાન અંતર્ગત દેશભરના ગરીબ મુસ્લિમ પરિવારોને અનાજ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે . ભાજપ એવું કહે છે કે , આ યોજના મુસ્લિમો પ્રત્યે સદભાવના બતાવવા માટે છે. હવે ગુજરાત રાજ્યના ભાજપના એક્મે આ ઈદ પર ગુજરાતના ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વેચવાનું જાહેર કર્યું છે . ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે સોગાત-એ-મોદી નામનું અભિયાન શરુ કર્યું છે . આ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં ૩૨ લાખ ગરીબ મુસ્લિમોને રમજાનના આ પવિત્ર માસમાં એક કીટ વહેંચવામાં આવશે . આ કીટમાં પુરુષો માટે કુર્તો - પાયજામા સાથે જ ખાવાની સામગ્રીઓનો સમાવેશ થાય છે . આ ભેટ આપવામાં આવી રહી છે "સોગાત-એ-મોદી"ના નામથી . ૨૫ માર્ચથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે . આ અભિયાનની શરૂઆત સાઉથઇસ્ટ દિલ્લીના નિઝામુદ્દીનથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરાવવામાં હતી.
મુસ્લિમ બિરાદરોમાં આ કીટ વહેંચવાની જવાબદારી ભાજપના લઘુમતી મોરચાને સોંપાઈ છે. વાત કરીએ ગુજરાત રાજ્યની તો , ગુજરાતમાં પણ આ રીતે ઈદના દિવસે ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વહેંચવામાં આવશે . આટલુંજ નહિ દર દિવાળી અને ગુજરાતી બેસતા વર્ષે જેમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે તેમ આ ઈદ પર પણ સ્નેહમિલન સમારોહ યોજાશે . આ સ્નેહમિલન કાર્યક્રમ બીજેપીના લઘુમતી સમાજના હોદ્દેદારો મહાનગરમાં વોર્ડ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે યોજાશે . આ સ્નેહમિલન સમારોહમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે . વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો થોડાક સમયથી બીજેપી લઘુમતી સમાજમાં પોતાના પ્રભાવને વધારવા કામ કરી રહી છે . જેમ કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર , ૨૦૨૪માં ન્યુ દિલ્હી ખાતે ક્રિસ્મસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લીધો હતો . આ પછી પીએમ મોદી સૂફી મ્યુઝિક ફેસ્ટિવલ જશ્ને ખુસરોમાં ભાગ લેવા ગયા હતા . વાત કરીએ ગુજરાતની તો , થોડા સમય પેહલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી તેમાં બીજેપીએ ૧૦૩ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી ૨૨ બિનહરીફ સહીત ૭૬ ઉમેદવારો વિજેતા બન્યા હતા . આ પૈકી ૪ મુસ્લિમ નગર સેવકોને ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે . હવે એ તો ભવિષ્યના ગર્ભમાં છે કે , ભાજપનું આ મુસ્લિમ તુષ્ટિકરણ તેને કેટલી ચૂંટણીઓ જીતાડી શકે છે .