જાણો! PM મોદીના ગુજરાત પ્રવાસની પળેપળની વિગતો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:15:47

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 11 ઓક્ટોબર સુધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડા સમયની જ વાર છે ત્યારે અનેક મોટા નેતાઓને ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14,500 કરોડથી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે. ગત મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. 


પ્રધાનમંત્રી આવતીકાલે મોઢેરા મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે સાડા પાંચ વાગ્યે મહેસાણાના મોઢેરામાં અનેક પ્રોજેક્ટનું શિલાન્યાસ ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સાંજે પોણા સાત વાગ્યે મોઢેશ્વરી માતાની પૂજા અને દર્શન કરશે. મોઢેશ્વરી માતાની પૂજા બાદ સાંજે સાડા સાત કલાકે મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લેશે. મોઢેરા ગામને 1300 રૂફટોપ સાથે ભારતના પ્રથમ 24X7 સૌરઊર્જાથી ચાલતા ગામ તરીકે જાહેર કરવામાં આવશે. મહેસાણામાં 3900 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.



પ્રધાનમંત્રીની ઉત્તર ગુજરાતની બીજી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અગાઉની મુલાકાત દરમિયાન ઉત્તર ગુજરાતના અંબાજી ખાતે મુલાકાત કરી હતી. અંબાજી બનાસકાંઠા જિલ્લામાં છે ત્યારે આ મુલાકાતનું મોઢેરા મહેસાણા જિલ્લામાં છે. પ્રધાનમંત્રીનું વતન ઉત્તર ગુજરાતનું વડનગર છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. અર્બુદા સેના પણ તેમને સાથ આપી રહી છે. મહેસાણાના ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાલ નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે. આસમાન સે ગીરે ખજુર પર અટકે જેવી સ્થિતિ વચ્ચે તેઓ પણ સતત ભાજપ તરફ અવનવા નિવેદનો આપી રહ્યા છે. નવી કેબિનેટમાં ઋષિકેશ પટેલને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે તેમની પણ ત્યાંના નેતાઓ સાથે ખટરાગ ચાલી રહ્યો છે. સમગ્ર બાબત વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો જાદુ કેવી રીતે ચલાવશે તે હવે જોવાનું રહેશે. 


10 ઓક્ટોબરે ભરૂચ-અમદાવાદ-જામનગર મુલાકાતે 

સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી ભરૂચના આમોદની મુલાકાત કરશે અને ત્યાં 8 હજાર કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. બપોરે સવા ત્રણ કલાકે પ્રધાનમંત્રી અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે જામનગર ખાતે અને પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1300 કરોડ રૂપિયાની આરોગ્ય સંભાળ સુવિધાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જ્યારે જામનગરમાં 1460 કરોડના ખર્ચથી સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને માળખાકીય સુવિધાનું લોકાર્પણ-ઉદ્ઘાટન કરશે.


11 ઓક્ટોબરે અમદાવાદના અસારવા ખાતે કાર્યક્રમ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે બપોરે સવા બે વાગ્યે અમદાવાદની અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટનું લોકાર્પણ શિલાન્યાસ કરશે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરામાં આવશે. 


જામગરનું રાજકીય ગણિત 

આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જામનગર મુલાકાત વિકાસલક્ષી છે છતાં થોડું જામનગર વિસ્તારની રાજકીય ચર્ચા પણ કરી લઈએ. વર્ષ 1985થી વસંત સંઘવીના સમયથી જામનગરમાં ભાજપનું એકહથ્થું શાસન છે. જામનગર ઉત્તર અને દક્ષિણમાં ધારાસભ્યો છે તે પૂર્વ મંત્રીઓ છે. જામગનર ઉત્તરમાં હકુભા અને જામનગર દક્ષિણથી આરસી ફળદુ ધારાસભ્ય છે. જામનગર શહેરમાં કમિટેડ વોટર ભાજપના છે. જામનગર મહાનગરપાલિકા પણ ભાજપના પ્રભાવ હેઠળની છે. જામનગર શહેરમાં સૌથી વધુ કોર્પોરેટર પણ ભાજપના છે. જામનગર ગ્રામ્ય વિસ્તારની બેઠકમાં મુસ્લીમ બેઠક વધુ છે છતાં રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યથી જીતીને ધારાસભ્ય બન્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે જામનગરમાં 3 બેઠક બીએસપીની આવી હતી.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?