
નદી પર બનાવવામાં આવેલા પુલનું કરશે લોકાર્પણ
વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ઓદરા- ડભોઇ સિનોર-માલસર આસા રોડપર નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા પુલનું લોકાર્પણ કરશે ઉપરાંત દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ, વડોદરામાં આર્થિક નબળા વર્ગ માટે 400 મકાનોનું લોકાર્પણ કરશે. ગુજરાતના 7500 ગામોમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ તેમજ દાહોદ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કરશે.

4500 કરોડના વિવિધ પ્રોજેક્ટનું પીએમ મોદી શિલાન્યાસ કરશે
તે ઉપરાંત છોટા ઉદેપુરના બોડેલી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ સમારોહમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે તે માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટીમ લેબનું લોકાર્પણ કરશે. પીએમ મોદી છોટા ઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પણ કરશે.