ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.
નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની ફાઇલ તસ્વીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે SCO સમિટમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે લગભગ 9 વાગે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા હતા. પીએમ મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા પહોચેલા છેલ્લા નેતા હતા. SCO સમિટમાં સામેલ તમામ દેશના વડાઓ સમરકદ ખાતે નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જ પહોચી ગયા હતા. SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા, ઉઝબેકિસ્તાન અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. PM મોદી આજે SCO સમિટમાં ભાગ લેશે જેના પછી SCO નેતાઓની તાત્કાલિક બેઠક યોજાશે.
રાત્રે 9 વાગે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે, આ બન્ને નેતાઓની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. કોવિડ મહામારી અને રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.